GSTV
Home » News » ગુજરાતમાં પરપ્રાંતિયોના પલાયન બાદ અલ્પેશ ઠાકોર માટે કોણે શું કહ્યું, જાણો

ગુજરાતમાં પરપ્રાંતિયોના પલાયન બાદ અલ્પેશ ઠાકોર માટે કોણે શું કહ્યું, જાણો

શક્તિસિંહ ગોહિલ

પરપ્રાંતિયો પર હુમલા પાછળ ઠાકોર સેનાનો હાથ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. અને અલ્પેશ ઠાકોરની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે કોંગ્રેસે અલ્પેશનો બચાવ કર્યો છે. બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે ઓબીસી નેતાને બદનામ કરવાનું આ ષડયંત્ર છે.

અહેમદ પટેલ

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ ઘટના દુઃખદ છે.તેમણે આંદોલન કોઈપણ હોય પરંતુ તે હિંસક ન બનવું જોઈએ તેમ કહ્યું હતું.

આઈ.કે જાડેજા

તો પરપ્રાંતીયો પર હુમલાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપ પર કરેલા આક્ષેપોને લઈને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે પરપ્રાંતીયો પર હુમલાઓને વખોડીને કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ઉભી થાય તેવા પ્રયાસો કરી રહી હોવાના આક્ષેપો કર્યા છે.

નીતિન પટેલ

પરપ્રાંતિયો પર હુમલાઓને લઇને અલ્પેશ ઠાકોરે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. ત્યારે આ અંગે ડે.સીએમ નીતિન પટેલે પણ પલટવાર કર્યો હતો.

 પરેશ ધાનાણી

તો સુરત ખાતે આયોજીત સર્વધર્મ સંકલ્પ સંમેલનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પરપ્રાંતિય પર હુમલા મુદ્દે ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે હુમલાનું આ કૃત્ય ભાજપના ગુંડાઓ કરી રહ્યા છે.

સંજય નિરૂપમ

ગુજરાતમાં બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટના બાદ ઉત્તર પ્રદેશ, બિહાર અને એમપીના લોકો ગુજરાત છોડીને જઈ રહ્યા છે. ત્યારે આ મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા અને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે કહ્યુ કે, પીએમ મોદીના ગુજરાતમાંથી યુપી, બિહાર અને એમપીના લોકો ડરના માર્યા ભાગી રહ્યા છે. એક દિવસ પીએમ મોદીને વારાણસી જવાનું છે.

શત્રુધ્ન સિન્હા

તો આ તરફ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હાએ પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાની ઘટનાને નિંદનીય ગણાવી છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે કોઈ એકના કૃત્યથી સમગ્ર સમાજ કે પ્રાંતના લોકોને ગુનેગારની દ્રષ્ટિએ ન જોવા જોઈએ. તેમજ રાજ્ય સરકાર અને પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે.

નીરજકુમાર

ગુજરાતમાંથી પરપ્રાંતીઓના પલાયન અંગે જેડીયુએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. જેડીયુ નેતા નિરજ કુમારે રાહુલ ગાંધીને પત્ર લખીને જણાવ્યુ કે, એક તરફ કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને બિહારના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરો છે. અને તેમની ઠાકોર સેના ગુજરાતમાંથી લોકોને બહાર કાઢી રહી છે. ગુજરાતનો જે વિકાસ થયો છે. તેમા બિહારના લોકોનું પણ યોગદાન છે. નિરજ કુમારે પત્રમાં જણાવ્યુ કે, અલ્પેશ ઠાકોર ઉત્તર ભારતીયો વિરૂદ્ધ સતત ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. પરંતુ તેની વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કોંગ્રેસે કરી નથી. અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસના સહ પ્રભાવી બનાવી કોંગ્રેસે બિહારીઓનું અપમાન કર્યુ છે.

Related posts

ટ્રમ્પે બાહુબલીનો એડિટેડ વીડિયો RE-Tweet કરી કહ્યું, ‘ભારતના મિત્રોને મળવા આતૂર છું…’

Mayur

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!