GSTV
India News ટોપ સ્ટોરી

PM બન્યા બાદ આજે મોદીનો પહેલો કેરળ પ્રવાસ, વેંકેટેશ્વર મંદિરમાં કરશે પૂજા

વડાપ્રધાન પદનોનો કારભાર સંભાળ્યા બાદ પીએમ મોદી પહેલીવાર કેરળના સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ કેરળના ગુરૂવાયુરમાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં દર્શન કરશે. ત્યાર બાદ તેઓ રવિવારે આંધ્ર પ્રદેશના તિરૂમાલામાં આવેલા ભગવાન વેંકેટેશ્વર મંદિરમાં પૂજા-અર્ચન કરશે.

મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી આજે રાત્રે કેરળના કોચ્ચી પહોંચ્વાના છે. જ્યા તેઓ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને શનિવારે તેઓ શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન માટે જેશે. ત્યાર બાદ તેઓ આંધ્ર પ્રદેશની મુલાકાતે જવાના છે. જ્યાં આંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી પીએમ મોદીનું સ્વાગત કરી કાર્યક્રમનું નેતૃત્વ કરશે. ત્યારે પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, આંધ્ર પ્રદેશમાં ટીડીપીની મોટી હાર થયા બાદ YSR કોંગ્રેસની સત્તા છે. જેનું નેતૃત્વ જગનમોહન રેડ્ડી કરી રહ્યા છે. તેમણે 30મી મેના રોજ રાજ્યના સીએમ પદે શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદ પીએમ મોદી પહેલીવાર આંધ્ર પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી આંધ્ર પ્રદેશ માટે મહત્વની જાહેરાત પણ કરી શકે છે.

Read Also

Related posts

આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો

GSTV Web Desk

‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે

Hardik Hingu

ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ

GSTV Web Desk
GSTV