GSTV
Home » News » અયોધ્યા ચુકાદો : પીએમ મોદીએ કહ્યું આજનો નિર્ણય દેશ માટે ઐતિહાસિક

અયોધ્યા ચુકાદો : પીએમ મોદીએ કહ્યું આજનો નિર્ણય દેશ માટે ઐતિહાસિક

ભારતનું લોકતંત્ર જીવંત છે. નિર્ણય આવ્યા બાદ બધા સમાજ ના લોકો એ તેનો સ્વિકાર કર્યો છે. ભારત જેના માટે ઓળખાય છે. તે વિવિધતા માં એકતા આ મંત્ર આજે સાર્થક થયો છે. ભારતના આ પ્રાણ તત્વને સમજવા આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવશે. આ દેશ વાસીઓ ઈતિહાસ રચી રહ્યા છે. ભારતની ન્યાય પાલીકાના ઈતહાસમાં આ સુવર્ણ દિવસ છે.

નિર્ણય સર્વ સંમતિથી આવ્યો

સુપ્રીમે કોર્ટે બધાને શાંતિથી શાંભળ્યા હતા. નિર્ણય સર્વ સંમતિથી આવ્યો છે. આ કાર્યસરળ નથી. દેશવાસીઓએ દ્રઢ ઈચ્છા શક્તિના દર્શન કરાવ્યા છે. નવ તારીખે જ બર્લીનની દિવાલ પડી હતી, અને આજે જ કરતાપુર સાહેબના દર્શન કરવાનો પ્રારંભ થયો. આજના દિવસે આપણે એક બીજા સાથે જોડવાનો સંદેશ આપ્યો છે. આ જ આ નિર્ણયથી કોઈના મનમાં કટૂતા હોય તો તેને તિલાંજલિ આપવાનો દિવસ. મુશ્કેલમાં મુશ્કેલ પ્રશ્નનો પણ ઉકેલ સંવિધાનમા રહીને આવી શકે છે.

વડાપ્રધાને કહ્યું કે અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યાં. દેશ માટે ખુશીની વાત છે કે ચુકાદો સર્વસંમતિથી આવ્યો. પરિવારમાં નાના મુદ્દાનો ઉકેલ લાવવો હોય તો પણ મુશ્કેલી થાય છે. આજે 9 નવેમ્બર છે. આ તે જ તારીખ છે જ્યારે બર્લિનની દિવાલ તૂટી હતી. બે વિપરિત ધારાઓએ એકજૂટ થઇને નવો સંકલ્પ લીધો હતો. આજે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરની શરૂઆત થઇ. તેમાં ભારત અને પાકિસ્તાન બંનેનું યોગદાન રહ્યુ. આ તારીખ આપણે સાથે રહીને આગળ વધવાનો સંદેશ આપી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે જેની પાછળ સેંકડો વર્ષોનો એક ઇતિહાસ રહ્યો છે તે અયોધ્યા પર કોર્ટે ચુકાદો આપ્યો છે. સમગ્ર દેશની તેવી ઇચ્છા હતી કે આ મામલે અદાલતમાં દરરોજ સુનાવણી થાય અને આજે ચુકાદો આવી ગયો છે. દશકો સુધી ચાલેલી આ ન્યાય પ્રક્રિયા અને તે પ્રક્રિયાનું સમાપન થયું છે. આખી દુનિયા માને છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. ચુકાદો આવ્યા બાદ જે રીતે દેશના દરેક વર્ગના લોકોએ ખુલ્લા દિલે તેનો સ્વીકાર કર્યો તે ભારતની પરંપરા દર્શાવે છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પીએમ મોદીએ એકપછી એક ત્રણ ટ્વિટ કર્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “દેશની સર્વોચ્ચે અદાલતે અયોધ્યા પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આ નિર્ણયને કોઈની હાર કે જીતની દ્રષ્ટિથી ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય તમામ લોકો માટે ભારતભક્તિની ભાવનાને મજબૂત કરવાનો છે. દેશના લોકોને મારી અપીલ છે કે શાંતિ, સદભાવના અને એકતા બનાવી રાખે.”

READ ALSO

Related posts

એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચશે સરકાર : બોલીમાં ભાગ લેવા ૧૭ માર્ચ સુધી અરજી કરી શકાશે

Bansari

ઓસ્ટ્રેલિયામાં આવી નવી મુસીબત: પહેલાં આગ હવે આ ખતરનાક કરોળિયો, 15 જ મિનિટમાં લઈ લે છે જીવ

Mansi Patel

ગુજરાતમાંથી ચોમાસુ જતું જ નથી, હવામાન વિભાગે ફરી કરી 2 દિવસ વરસાદની આગાહી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!