GSTV
Gujarat Government Advertisement

આર્ટિકલ 370 બાદ ભાજપનું આગામી લક્ષ્ય POK લેવું છે

Last Updated on February 23, 2020 by Mayur

ભાજપના નેતા રામ માધવે દાવો કર્યો હતો કે આર્ટિકલ 370 નાબૂદી બાદ હવે પીઓકેને પરત લેવું તે કેન્દ્રનો આગામી ઉદ્દેશ્ય છે. અખંડ ભારત માટે આ ઉદ્દેશ્ય પાર પાડવુ જરૂરી છે. આર્ટિકલ 370 નાબૂદ કરવાનો એક હેતુ અખંડ ભારત તરફ આગળ વધવાનો જ હતો તેવો દાવો ભાજપના આ નેતાએ કર્યો હતો. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ છાત્ર સંસદના કાર્યક્રમમાં બોલતી વેળાએ રામ માધવે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પીઓકે ભારતનું જ હતું અને તેને પાકિસ્તાને પચાવી પાડયું છે. અખંડ ભારત તરફ આગળ વધવા માટે 370 નાબૂદ કરવામાં આવી છે અને હવે સરકારનું આગામી લક્ષ્ય પીઓકે છે જેને પાકિસ્તાન પાસેથી પ્રાપ્ત કરીને જ રહીશું.

એ ધરતીને લેવાનું જે ભારતની હતી

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું આગામી લક્ષ્ય એવી ધરતીને પરત લેવાનું છે કે જે ભારતની હતી અને અન્ય દેશોએ પચાવી પાડી હોય. તેમણે 20મી સદીના અને 21મી સદીના ભારત વચ્ચે ભેદ કર્યો હતો અને દાવો કર્યો હતો કે 21મી સદીનું ભારત 20મી સદીના ભારત કરતા અલગ છે. કેમ કે વર્તમાન ભારત યુવાનોનો દેશ છે જ્યારે 20મી સદીનું ભારત આઝાદી અપાવનારાઓના શાસન હેઠળ હતું અને રોમેન્ટીક હતું. જ્યારે વર્તમાન ભારત પ્રો એક્ટિવ, આશાવાદી અને યુવાઓનું છે.

ભારતનું લક્ષ્ય એક વૈશ્વિક નેતા બનવાનું છે

રામ માધવે દાવો કર્યો હતો કે ભારતનું લક્ષ્ય એક વૈશ્વિક નેતા બનવાનું છે, જેનો આધાર દેશના સૌથી વધુ યુવા વયના લોકોની વસતી અને અર્થતંત્ર હશે. રામ માધવનું આ નિવેદન સામે આવ્યું તે પહેલા પણ ભાજપના નેતાઓ પીઓકે અંગે આ પ્રકારના નિવેદન આપી ચુક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Dhruv Brahmbhatt

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!