GSTV

ખાસ વાંચો/ આખરે શું છે આ WhatsApp Delta! જાણો શા કારણે એક નાનકડી ભૂલથી બૅન થઇ શકે છે તમારું WhatsApp

WhatsApp

Last Updated on November 24, 2021 by Bansari

Whatsapp Delta: યુઝર્સ વચ્ચે આજકાલ WhatsApp એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે, તેનો ઉપયોગ તમામ ઉંમરના લોકો કરે છે. કંપની પણ તેના યુઝર્સને બહેતર અનુભવ પ્રદાન કરવા માટે દરરોજ નવા ફીચર્સ લોન્ચ કરતી રહે છે અને તેથી તેની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. આ જ કારણ છે કે તે ​​Google Play Store પર સૌથી વધુ ડાઉનલોડ કરાયેલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (Android Apps) છે. પરંતુ આ એપમાં કેટલાક કસ્ટમાઇઝેશન અને ફીચર્સનો અભાવ છે જે અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, આજકાલ WhatsApp Deltaનું નામ ખૂબ જ ચર્ચામાં છે, જેના વિશે દરેક વ્યક્તિ વિગતવાર જાણવા માંગે છે. અહીં અમે તમને જણાવીશું કે WhatsApp Delta શું છે અને યુઝર્સને તેનાથી શું નુકસાન થશે?

Whatsapp

શું છે WhatsApp Delta

જણાવી દઇએ કે આ એક પ્રકારનો મોડ છે. WhatsApp Delta અને GB WhatsApp Deltaને Deltalabs સ્ટુડિયો દ્વારા મોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ GB WhatsApp Delta નું અપડેટેડ વર્ઝન છે. જેમાં યુઝર્સને કસ્ટમાઈઝેશનની અને અનેક ફીચર્સની સુવિધા મળશે. WhatsApp Deltaમાં, તમને પ્રાઇમરી કલર, એક્સેન્ટ કલર, એપ્લિકેશન થીમ, કસ્ટમ ફોન્ટ સ્ટાઈલ, હોમ UI અને મેસેજ UI સહિત ઘણા ખાસ ફીચર્સ મળશે.

WhatsApp

WhatsApp Deltaથી થઈ શકે છે નુકસાન

જણાવી દઇએ કે WhatsApp Delta નો ઉપયોગ ફક્ત Android વર્ઝન પર જ થઈ શકે છે. આ એક ડેવલપર મોડ છે અને WhatsApp આ મોડનો ઉપયોગ ન કરવાની ભલામણ કરે છે. WhatsAppનું કહેવું છે કે જો યુઝર્સ આવા વર્ઝનનો ઉપયોગ કરે છે તો કંપની તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી શકે છે. તેથી WhatsApp Delta નો ઉપયોગ તમારું એકાઉન્ટ બંધ કરાવી શકે છે. આ કિસ્સામાં તમારે સાવચેત રહેવાની જરૂર છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!