સિદ્ધાર્થના જીવનમાં થઇ આ હસીનાની એન્ટ્રી, નામ જાણીને આલિયાને પણ થશે ઇર્ષ્યા

બોલીવુડના યંગ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં જ ચેટ શૉ કૉફી વિથ કરણમાં જોવા મળ્યો હતો. આ શૉમાં સિદ્ધાર્થે પોતાના આલિયા સાથેના અફેર અને બ્રેકઅપને લઇને ખુલીને વાત કરી હતી.

તેવામાં હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા ડેટિંગ કરીરહ્યા હોવાની ચર્ચા છે. તારાને કરણ જોહરે ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર’દ્વારા લોન્ચ કરી હતી. આ બન્નેની મુલાકાત કરણ જોહરે કરાવી હોવાની ચર્ચા છે.  

સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ હાલ તારા સુતરિયા સાથે ચર્ચામાં છે. જોકે તેઓએ પોતાના સંબંધોની કોઇ વાત જાહેરમાં કરી નથી. બન્નેનાં સંબંધની હજી શરૂઆત જ થઇ છે તેમ એક જાણકારે કહ્યું હતું.  બન્ને જણા પોતપોતાની કારકિર્દી પર ધ્યાનઆપી રહ્યા છે.

તારા સુતરિયા પોતાની કારકિર્દીની શરૂઆત કરી લીધી છે. જ્યારે સિદ્ધાર્થ પોતાના સમકાલીન અભિનેતાઓ વરુણ ધવન અને વિકી કૌશલ કરતાં ઘણો પાછળ પડી ગયો છે. જણાવી દઇએ કે તારા સ્ટુડન્ટ ઑફ ધ યર-2માં મુખ્ય ભુમિકામાં જોવા મળશે, આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે પણ જોવા મળશે.

આ પૂર્વે સિદ્ધાર્થ અને આલિયા ભટ્ટ ગળાડૂબ પ્રેમમાં હતા. બન્નેનું ઓચિંતાનું જ બ્રેકઅપ થઇ ગયું હતું. આ બાદ સિદ્ધાર્થનું નામ કિઆરા અડવાણી સાથે ચર્ચાતું હતું. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ પોતાની ફિલ્મ ‘જબરિયા જોડી’ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ઓપોઝીટ પરિણિતી ચોપરા જોવા મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter