GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Airtel બાદ આ કંપનીએ આપી ફ્રી ટોકટાઈમ સુવિધા, પ્રી-પેડ પ્લાનની વેલિડિટિ પણ વધારી

Airtel અને BSNL બાદ ટેલિકોમ ઓપરેટર Vodafone-Idea પણ પોતાના ગ્રાહકોની મદદ માટે આગળ આવ્યુ છે. દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે 21 દિવસનું લોકડાઉન છે. એવામાં વોડાફોને ઓછી આવક ધરાવતા લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. વોડાફોને પોતાના બધા જ પ્રીપેડ પ્લાનની વેલિડિટિ વધારવાનો નિર્ણય કર્યો છે. તે સાથે જ કંપની મફત ટોકટાઈમ પણ ઓફર કરી રહી છે.

પ્રીપેડ પ્લાનની સમયમર્યાદા વધારાઈ

ટેલિકોમ ઓપરેટરે જાહેરાત કરી છે કે, કંપનીના બધા જ પ્રીપેડ પ્લાનની સમયમર્યાદા 17 એપ્રિલ 2020 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્લાનની સમયમર્યાદા વધવાથી વોડાફોન અને આઈડિયાના લાખો ફીચર ફોન યૂઝર્સને પ્લાન એક્સપાયર હોવાની સ્થિતિમાં ઈનકમિંગ કોલની સુવિધા મળતી રહેશે. તે સિવાય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર પોતાના લગભગ 10 કરોડ ફીચર ફોન યૂઝર્સ એકાઉન્ટમાં 10 રૂપિયા ટોકટાઈમ પણ ક્રેડિટ કરી રહી છે. કંપની આ સુનિશ્વિત કરવા માગે છે કે, લોકડાઉનની સ્થિતિમાં તેમના ગ્રાહકો પોતાના મિત્રો અને પરિવારની સાથે કોલ અને SMS થકી જોડાયેલા રહે.

24X7 કલાક કામ કરી રહી છે નેટવર્ક ટીમ

કંપનીનું કહેવું છે કે, વેલિડિટિ એક્સ્ટેંશન અને ટોક ટાઇમ જલ્દીથી ગ્રાહકોના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી રહ્યા છે. વોડાફોન ઇન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર અવનીશ ખોસલાએ કહ્યું કે, આ મુશ્કેલ દિવસોમાં અમારા ગ્રાહકોને કોઈપણ પ્રકારની રુકાવટની ચિંતા કર્યા વગર જ કનેક્ટેડ રહેવું જોઈએ. આ પ્લાનની વેલિડિટિમં વધારલા અને ટોક ટાઈમ ક્રેડિટ કરવાથી ખાસ કરીને પ્રવાસી અને દિહાડી મજૂરોને વધારે ફાયદો મળશે. કારણ કે કોરોના વાયરસ લોકડાઉનને કારણે તેમના જીવનને ખૂબ અસર થઈ છે. વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે અમારી નેટવર્ક ટીમો પહેલાથી જ 24X7 કલાક કામ કરી રહી છે. ‘

એરટેલ ગ્રાહકોને 10 રૂપિય ટોકટાઈમ ક્રેડિટ આપશે

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં એરટેલે પણ લો-ઈનકમ ગૃપ ગ્રાહકો માટે પોતાના પ્રીપેડ પ્લાની વેલિડિટિ 17 એપ્રિલ સુધી વધારી દીધી છે. એટલે કે, વેલિડિટિ ખતમ થયા બાદ પણ એરટેલ મોબાઈલ નંબર પર ઈનકમિંગ કોલની સુવિધા મળતી રહેશે. એરટેલનો દાવો છે કે, આ નિર્ણયથી 8 કરોડ લો-ઈનકમ ધરાવતા ગૃપ સબ્સક્રાઈબર્સને ફાયદો થશે. એરટેલ પણ પોતાના 8 કરોડ ગ્રાહકો માટે 10 રૂપિય ટોકટાઈમ ક્રેડિટ આપી રહી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!