GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

Jio યુઝર્સ માટે ન્યૂ યર ગિફ્ટ, નેટવર્ક નહી હોય તો પણ આ રીતે કરી શકાશે કૉલિંગ

ભારતમાં 5જી નેટવર્કની શરૂઆત પહેલાં જ કૉલિંગ માટે એક નવી ટેકનિક આવી ગઇ છે. હવે ટેલિકોમ કંપનીઓ નેટવર્ક વિના પણ કૉલ કરવાની સુવિધા આપી રહી છે. જો કે તેના માટે Wi-Fi હોવું જરૂરી છે. ભારતી એરટલે તાજેતરમાં જ પોતાના યુઝર્સ માટે VoWiFi સર્વિસની શરૂઆત કરી હતી. હવે એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિયોએ પણ આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે.

રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના નાસિક સર્કલમાં જિયોનું VoWiFi ફીચર ઉપલબ્ધ થઇ ગયું છે. એક ટ્વિટર યુઝરે તેની સાથે સંબંધિત એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. સ્ક્રીનશૉટમાં જે ડિવાઇસ છે તે એપ્પલ iPhone છે. માનવામાં આવી રહ્યું છે કે જે રીતે ભારતી એરટેલે હાલ 24 ડિવાઇસીસ પર આ ફીચર શરૂ કર્યુ છે. તે જ રીતે શરૂઆતમાં જિયો પણ લિમિટેડ યુઝર્સ માટે જ આ ફિચર લાવશે.

શું છે VoWiFi

વૉઇસ ઓવર વાઇફાઇ કે VoWiFi વાઇ-ફાઇ દ્વારા કામ કરે છે. તેના વોઇસ ઓવર આઇપીને VoIP પણ કહેવામાં આવે છે. VoWiFi દ્વારા તમે હોમ વાઇ-ફાઇ, પ્લિક વાઇ-ફાઇ અને વાઇ-ફાઇ હોટસ્પોટની મદદથી કૉલિંગ કરી શકો છો. જેમ કે જો તમારા મોબાઇલમાં નેટવર્ક ન હોય તો તમે કોઇ વાઇ-ફાઇ કે કોઇના હૉટસ્પોટ દ્વારા ફોન પર આરામથી વાત કરી શકો છો. VoWiFiનો સૌથી મોટો ફાયદો રોમિંગમાં થાય છે કારણ કે તમે વાઇ-ફાઇ દ્વારા ફ્રીમાં વાત કરી શકો છો.

Wi-Fiથી કેવી રીતે થશે ફોન પર વાત?

 જો તમને હજુ પણ VoWiFi કૉલિંગ શું છે તે ન સમજાય તો અમે તમને ઉદાહરણ દ્વારા સમજાવીએ. જે કે તમે વૉટ્સએપ કૉલિંગ કરો છો અને તેમાં તમારુ બેલેન્સ નથી કપાતુ કારણ કે તેમાં તેમારા ઇન્ટરનેટ નેટવર્કનો ઉપયોગ કરે છે. એટલે કે મોબાઇલ નેટવર્ક વિના કોઇ વાઇ-ફાઇ દ્વારા કૉલિંગને VoWiFi કૉલિંગ કહે છે.

Read Also

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!