GSTV

અમદાવાદ બાદ હવે સુરતને મેટ્રો ટ્રેન, દિલ્હીની ટીમના સુરતમાં ધામા

અમદાવાદ બાદ સુરતને મેટ્રો ટ્રેન મળશે. ગાંધીનગર અને દિલ્લીની મેટ્રો ટ્રેનની ટીમ સુરત પહોંચી છે. ડ્રિમ સીટી સુરતમાં મેટ્રો ટ્રેનને લઇને સ્થળ મુલાકાત અને નિરીક્ષણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી એક વર્ષમાં મેટ્રો ટ્રેનની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શકયતા છે.

કેન્દ્ર સરકાર દ્વારા 1 હજાર 200 કરોડના ખર્ચ સુરત મેટ્રો ટ્રેન શરૂ કરવા માટે કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં સુરતથી કાદરશાની નાળ સુધી મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે. સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર તરીકે મ્યુ.કમિશનરની નિમણૂંક પણ કરાઇ છે. હવેથી દર અઠવાડીએ મેટ્રો રેલની મીટીંગ સુરત ખાતે મળશે.

દરેક ઈસ્યુની ચર્ચા કરાશે અને તાકીદે નવો સ્ટાફ નિમાશે. GMRS પ્લાનિંગ વિભાગના વડા આર.એન. વર્માએ જણાવ્યું હતું કે સમીક્ષાની કામગીરી ચાલી રહી છે. વર્ષના અંત સુધીમાં કોન્ટ્રેક્ટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

Read Also

Related posts

Corona: અમદાવાદમાં 50 તો આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા કેસે દેશમાં વધારી દીધી ચિંતા

Bansari

જીવના જોખમે અમદાવાદમાં બફર ઝોનમાં કામગીરી, વિજય નહેરાએ કહ્યું હજુ મોટી સંખ્યામાં કેસો વધશે

pratik shah

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!