અમદાવાદ, રાજકોટ, જામનગર બાદ હવે સુરત પણ સ્વાઈન ફ્લૂના ભરડામાં આવ્યું

સુરતમાં સ્વાઈન ફ્લૂનો કહેર ફરી વકરી રહ્યો છે. સુરતમાં કુલ 24 જેટલા કેસો ફરી નોંધાયા છે. જે પૈકીનો એક કેસ ગંભીર હોવાનું માનવામાં આવે છે. જોકે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સ્વાઇન ફ્લૂના આ આંકડાઓ પર પડદો પાડતું હોય તેમ જણાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ આઠ પોઝિટિવ દર્દીઓ પૈકીના એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલી છે. હાલ ઠંડીની સિઝન ચાલી રહી હોવાથી સ્વાઇન ફ્લુની અસર વધુ જોવા મળી રહી છે. સ્વાઇન ફ્લુના દર્દીઓને ટેમીફ્લુની દવા આપવામાં આવી રહી છે. જો કે સિઝનના પ્રમાણે સ્વાઇન ફ્લુની અસર વધુ હોવાથી ટેમીફલૂ નામની દવા યોગ્ય રીતે અસર કરી રહી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter