બોલીવુડમાં નવા ચહેરાઓને લૉન્ચ કરવા માટે જો કોઇને સૌથી વધુ ક્રેડિટ આપવી જોઇએ તો તે છે બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન. બોલીવુડમાં ન્યૂકમર્સ માટે સલમાન ગોડફાધર છે. એક તરફ જ્યાં મોહનિશ બહેલની દિકરી પ્રનૂતનને લૉન્ચ કરવાની વાતો થઇ રહી છે તેવામાં સલમાન હવે મહેશ માંજરેકરની દિકરી અશ્વામીને દબંગ-3માં લૉન્ચ કરશે.
અગાઉ સલમાન ખાને મહેશ માંજરેકરની દિકરી સત્યાને પણ લૉન્ચ કરવાની જવાબદારી લીધી હતી અને હવે વારો છે અશ્વામીનો. મહેશે આ ખબરની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, હા સલમાન મારી દિકરીને લૉન્ચ કરવા જઇ રહ્યો છે. જો કે તેમાં હજુ વાર છે. જેવી કોઇ સારી ઑફર મળશે અમે તે કામને અંજામ આપીશું.
જો કે હજુ સુધી સત્તાવાર રીતે કોઇ ઘોષણા કરવામાં નથી આવી. હકીકતમાં મહેશ માંજરેકર અને સલમાન ખૂબ સારા મિત્રો છે અને તમે તે વાતથી તો વાકેફ હશો કે સલમાન પોતાના મિત્રો માટે કંઇપણ કરવા માટે તૈયાર હોય છે.
સલમાને આ વર્ષે પોતાના બનેવી આયુષ શર્મા સાથે વરીના હુસેનને પણ ફિલ્મ લવયાત્રી દ્વારા લૉન્ચ કર્યા હતા. તેના હોમ પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ઉંધે માથે પટકાઇ હતી.
અગાઉ સલમાન સૂરજ પંચોલી, સોનાક્ષી સિંહા, સ્નેહા ઉલ્લાલ, ઝરીન ખાન, ડેઝી શાહ અને આથિયા શેટ્ટી સહિત અનેક નવા ચહેરાઓ લૉન્ચ કર્યા છે. જણાવી દઇએ કે સલમાન પોતાની ભાણેજ અલીઝા અગ્નહોત્રીને પણ બોલીવુડમાં લાવવાની તૈયારી કરી રહ્યો છે.
Read Also
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ
- ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે