GSTV
Home » News » લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે વતનમાં

લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે વતનમાં

સતત બીજીવખત જંગી બહુમતીથી જીત મેળવી એનડીએ સરકાર રચનારા નરેન્દ્ર મોદી રવિવારે માદરેવતન ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. ચૂંટણી પરિણામ બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત છે. તેઓ 30 તારીખે પીએમ પદના શપથ ગ્રહણ કરે તે પહેલા રવિવારે પોતાના માતા હિરાબાના આશિર્વાદ પણ લેવાના છે. અને તે અગાઉ તેઓ અમદાવાદમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી અમદાવાદના ખાનપુર સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે સભા સંબોધવાના છે. ત્યારે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાનપુર જે.પી. ચોક ખાતે વિશાળ ડોમ તૈયાર કરાયો છે.

અને તેને શણગારવાની તૈયારીઓ ચાલી રહી છે. ખુરશીઓ ગોઠવી દેવાઈ છે. તેમજ મોદી અને અમિત શાહના મોટા-મોટા કટવેજના પોસ્ટરો પણ ગોઠવી દેવાયા છે. ઠેરઠેર પાર્ટી બેનરથી માંડીને પાર્ટી લોગો લગાવી દેવાયા છે. સમગ્ર વિસ્તાર ભાજપના કેસરિયા રંગે રંગાઈ રહ્યો છે.  ભાજપના વરિષ્ઠ કાર્યકરોથી માંડીને યુવા કાર્યકરો પણ ખાનપુર પાર્ટી કાર્યાલય પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના મિત્ર અંબાલાલ પણ સવારથી પાર્ટી કાર્યાલય પહોંચ્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ પ્રથમ વખત ગુજરાત આવી રહેલા મોદી અને શાહના અભિવાદન માટે રાજ્ય સરકારના પ્રધાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રવિવારે સાંજે 5 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાંથી સાંજે 5.30 કલાકે ખાનપુર કાર્યાલય પહોંચશે. જે.પી.ચોક ખાતે મોદી અને અમિત શાહ જનસભા સંબોધશે. અમદાવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર જશે. રવિવારે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સોમવારે પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસી જશે.

ખાનપુર જે. પી. ચોક ખાતે PM નરેન્દ્ર મોદી સભા હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા માટે 5 ડીસીપી, 14 એસીપી, 23પીઆઈ, 80 PSI, 1600 પોલીસ જવાનો તહેનાત રહેશે. ડ્રોન ઉપર પ્રતિબંધ મુકીને ફલાય ઝોન જાહેર કરાયો છે. એરપોર્ટથી ખાનપુર અને સભાના રૂટ પર IPS સહિત બે હજાર જવાનો તહેનાત રહેશે. 30મી મેના રોજ સાંજે 5 વાગ્યે નવી દિલ્હીમાં તેમનો શપથ સમારંભ યોજાશે. જેમાં દેશભરના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, રાજ્યપાલો, ભાજપના નાના-મોટા નેતાઓ, આગેવાનો અને કોર્પોરેટ જગતના માંધાતાઓ તેમજ ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો જેવી સેલિબ્રિટીને પણ શપથ સમારોહમાં હાજર રહેવા માટેનું આમંત્રણ અપાશે.

Related posts

પી. ચિદમ્બરને જેલ મળશે કે જામીન?, ડાયરી અને ઇન્દ્રાણીના નિવેદન પર મોટો આધાર

Riyaz Parmar

વડોદરા: કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમડી કલ્પેશ પટેલની ધરપકડ, ફાઈનાન્સ કંપનીને લગાડ્યો કરોડોનો ચૂનો

Bansari

પી. ચિદમ્બરને જજે આ છૂટ આપતાં જ સોલિસિટર ઉકળ્યા, કહ્યું આ આરોપી છે ન મળે છૂટ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!