GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આઝાદીના 73 વર્ષે LOC સાથે જોડાયેલા જમ્મુકાશ્મીરના આ ત્રણ ગામોમાં પહેલી વખત વીજળી પહોંચશે

જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટર સ્થિત 3 ગામમાં પહેલી વખત સ્વતંત્રતા દિવસ મનાવવાની તૈયારી કરી રહ્યા છે. અર્થાત દેશની આઝાદીના 73 વર્ષ વીતી ગયા પરંતુ નિયંત્રણ રેખા LOC પર રહેલા આ ગામડાઓમાં હજુ સુધી વિજળીથી દૂર હતા. આ ગામના લોકો વીજળીથી ઝાકમઝોળ વચ્ચે પહેલી વખત આઝાદી પર્વના સાક્ષી બનશે. સંભવત આ મોકો આ વખતે પણ મળે તેમ નહોતું જો ગત વર્ષે અહીં કલમ 370 નાબૂદ ના થઈ હોત. 7 દશકામાં ન તો આ ગામમાં વીજળી પહોંચી છે કે ન તો દરેક મોસમમાં ચાલી શકાય તેવો રોડ રસ્તો. હવે 24 કલાક વીજળી પણ છે અને બીઆરઓ દરેક ઋતુમાં ઉપયોગ થઈ શકે તેવી પાકો રોડ રસ્તો પણ બની રહ્યો છે.

કેરન સેક્ટરમાં આ ત્રણ ગામ એલઓસીના અંતિમ છેડા પર આવેલા

હકિકતમાં કેરન સેક્ટરમાં આ ત્રણ ગામ એલઓસીના અંતિમ છેડા પર આવેલા છે. પાકિસ્તાની ગોળીબારના કારણે વર્ષના કેટલાય દિવસો સુધી તણાવમાં રહેતા આ ગામમાં હવે આશાની વીજળી ચમકવા લાગી છે. 14,000 ફીટની ઉંચાઈ પર રહેનારા આ લોકો અત્યાર સુધી સોલર પાવર, અથવા જનરેટર સેટ્સ દ્વારા વીજળીનું વ્યવસ્થાપન કરતા હતા પરંતુ હવે અહીં ઈલેક્ટ્રિફિકેશનને કારણે પાવર સપ્લાયનો રસ્તો સરળ થઈ ગયો છે. જણાવી દઈએ કે નિયંત્રણ રેખાના સંવેદનશીલ વિસ્તારોમાં આવનારા ગામ કેરન, મુંદિયાં અને પતરુ ગામમાં એક 33 કેવીના પાવરસ્ટેશનથી વીજળી પહોંચાડવામાં આવી છે. 2 વર્ષમાં બનેલા આ પ્રોજેક્ટને કાશ્મીર પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લિમિટેડે પૂરો કર્યો છે.

પ્રોજેક્ટને લોકડાઉનને કારણે ઝડપથી પૂરો કરી શકાયો

કાશ્મીર પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લી. ના એમડી મોહમ્મદ એજાજ અસદે કહ્યું કે પ્રોજેક્ટને લોકડાઉનને કારણે ઝડપથી પૂરો કરી શકાયો છે. એજાજ અસદે જણાવ્યું કે ઉંચા પર્વતીય વિસ્તારોમાં આ પ્રોજેક્ટને પૂરો કરવામાં તમામ ભૌગોલિક મુશ્કેલીઓ પણ આવી હતી. તેમ છતાં તમામ પર્વતીય વિસ્તારોમાં હાઈટેન્શન તાર અને યુટિલિટી પોલ્સ લગાવાયા છે. કારણ કે આખો પ્રોજેક્ટ ડિફેન્સ લેન્ડ પર પૂરો કરવાનો હતો. એવામાં તમામ વિભાગીય એપ્રુવલ લીધા બાદ જ પ્રોજેક્ટ પૂરો કરવો સંભવ બન્યો છે.

વીજળી પહોંચતા આ વિસ્તારમાં રોજગારની સંભાવનાઓનો રસ્તો ખૂલશે

વીજળીની આપુર્તિ થયા બાદ આ ગામના લોકોનું કહેવું છે કે કાશ્મિરના ભાગમાં 24 કલાક વિજળીનું સપનું હકિકતથી ઘણું દૂર છે. જો કે આની આશા રાખી શકાય છે કે વીજળી પહોંચતા આ વિસ્તારમાં રોજગારની સંભાવનાઓનો રસ્તો ખૂલશે.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!