GSTV

પ્રિયંકા ગાંધી 24 કલાકની લડત પછી સોનભદ્રના પીડિતોને મળ્યાં

Last Updated on July 21, 2019 by Mayur

સોનભદ્રના પીડિતોને મળવા મુદ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે એક દિવસ લાંબા ચાલેલા સંઘર્ષનો છેવટે અંત આવ્યો છે. સોનભદ્રના પીડિતોના પરિવારજનોને મળવાની પ્રિયંકાની માગણી સમક્ષ આખરે યોગી આદિત્યનાથ સરકારે ઝુકવું પડયું. આ સપ્તાહે જમીન વિવાદમાં 10 લોકોના મોત નીપજ્યાં હતાં તે સોનભદ્ર જવા માગતા પ્રિયંકા ગાંધીને શનિવારે સ્થાનિક તંત્રે મિર્ઝાપુરમાં અટકાવ્યા હતા અને ચુનાર કિલાના એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા.

સોનભદ્રના પીડિતોને મળવા મુદ્દે પ્રિયંકા અડગ રહેતાં આખરે 24 ક્લાક પછી ચુનાર કિલાના ગેસ્ટ હાઉસમાં પીડિતોને મળ્યા પછી પ્રિયંકા વાયા વારાણસી દિલ્હી જવા રવાના થયાં હતાં. જોકે તેમણે કહ્યું હતું કે જેમણે મારી ‘ધરપકડ’ કરી હતી અને મને ચુનાર ગેસ્ટ હાઉસ લાવ્યા હતા તેમણે મને કહ્યું હું હવે મુક્ત છું. હું તેમને કહેવા માગું છું કે પીડિતોના પરિવારજનોને મળવાનો મારો હેતુ પૂરો થયો છે. આજે તો હું જઈ રહી છું, પરંતુ હું પાછી ફરીશ.

કોંગ્રેસ નેતા અજય રાયે જણાવ્યું કે પ્રિયંકાજીની માગણને પગલે આખરે મિર્ઝાપુર જિલ્લા વહીવટી તંત્ર સોનભદ્રથી પીડિત પરિવારના 15 સભ્યોને ગેસ્ટ હાઉસ લઈ આવ્યા હતા, જ્યાં પ્રિયંકા સાથે તેમની મુલાકાત કરાવી હતી. પ્રિયંકાએ સાત મહિલા સહિત પીડિત પરિવારના 15 સભ્યોને મળ્યાં હતા. તેમની કથની સાંભળી કેટલીક વખત તેઓ ભાવુક થઈ ગયા હતા.

તેમણે પીડિત મહિલાઓના આંસુ લુછ્યા હતા.  તેમણે પીડિત પરિવારોને આશ્વાસન આપ્યું હતું કે કોંગ્રેસ ગરીબો અને પીડિતોની સાથે જ છે. આ મુલાકાત પછી પ્રિયંકા વારાણસી ગયા હતા, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ અને કાલ ભૈરવ મંદિરોમાં ભગવાનના દર્શન કર્યા હતા.

સોનભદ્રમાં જમીનના એક ટુકડા પર કબજો કરવા માટે ગામના સરપંચ યજ્ઞાદત્ત અને તેના ટેકેદારોએ ગોંડ આદિવાસીઓ પર ખુલ્લો ગોળીબાર કર્યો હતો, જેમાં 10નાં મોત નીપજ્યાં હતાં અને 28ને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ પ્રિયંકા બુધવારે વારાણસીમાં બીએચયુ ટ્રોમા સેન્ટરમાં પીડિત દર્દીઓને મળ્યા હતા. તેઓ પીડિત પરિવારનો મળવા શુક્રવારે સોનભદ્ર જતા હતા ત્યારે મિર્ઝાપુર જિલ્લામાં નારાયણપુર ખાતે તેમને અટકાવાયા હતા.

તેઓ ત્યાં જ ધરણા પર બેસી જતાં પોલીસે તેમની અટકાયત કરી તેમને ચુનાર કિલાના ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા હતા. પ્રિયંકા ગાંધી આખી રાત ચુનાર ગેસ્ટ હાઉસમાં રહ્યાં, જ્યાં આખી રાત ટોચના પોલીસ અધિકારીઓ તેમને મનાવવા માટે આવતા રહ્યા. પરંતુ કોંગ્રેસ મહાસચિવ નરસંહાર પીડિતોને મળ્યા વગર પાછા નહીં જાય તે મુદ્દે અડગ રહ્યા હતા.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!