GSTV
Home » News » 23મી બાદ પરિણામ ગમે તો હોય પણ હાર-જીતનું ઠીકરું આ 2 નેતાના માથે ફૂટશે

23મી બાદ પરિણામ ગમે તો હોય પણ હાર-જીતનું ઠીકરું આ 2 નેતાના માથે ફૂટશે

લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આખરી તબક્કાનું મતદાન 19મી મેના રોજ થશે જ્યારે મત ગણતરી 23 મેના રોજ થશે. આ ચૂંટણીમાં ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે સમગ્ર ચૂંટણી મોટે ભાગે માત્ર બે મહત્વના નેતાઓની આસપાસ કેન્દ્રિત થઈ હતી. ત્યારે ભાજપમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કોંગ્રેસમાંથી તેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી જીતવાનો દારોમદાર રાખ્યો છે. દેશમાં યોજાયેલી મોટી જાહેર સભા અથવા તો રોડ-શોમાં આ બન્ને દિગ્ગજ નેતાઓની જ હાજરી જોવા મળી છે. એમના સિવાય કોંગ્રેસમાંથી અન્ય કોઈ નેતાની વધુ હાજરીવાળી જાહેર સભા કે રોડ શો યોજાયા હોય તો તે પ્રિયંકા ગાંધી છે અને ભાજપમાંથી તેના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે.

ચૂંટણી પરિણામ આડે હવે માત્ર ગણતરીના છ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય સૂત્રો જણાવે છે કે લોકસભાની આ ચૂંટણીમાં ભાજપ અથવા તો કોંગ્રેસની જીત કે હાર થાય તો તેવી કોઇપણ પરિસ્થિતિ માટે ભાજપ અને કોંગ્રેસમાંથી માત્રને માત્ર નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી જ જવાબદાર ગણાશે એટલે કે આ બન્ને નેતાઓમાંથી કોઈપણ એક નેતાની જ હાર કે જીત માટેની જવાબદારી બનશે.

તેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર ચૂંટણીમાં જાહેરસભાઓ કે રેલીમાં થયેલા પ્રવચનમાં પણ આ બંને નેતાઓએ એકબીજાને ટાર્ગેટ કર્યા હતા. લોકસભાની તમામ બેઠકો માટેની જવાબદારી પણ ભાજપમાંથી એકલા નરેન્દ્ર મોદીએ જ્યારે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ ઉપાડી લીધી હતી. જોકે તેમના સપોર્ટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના મહાસચિવ તથા રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી આવ્યા હતા.

આ બે નેતાઓને બાદ કરતા દેશભરમાં અન્ય કોઈપણ મોટા નેતાઓ પ્રકાશમાં આવ્યા નથી. રાજકીય પંડિતો જણાવે છે કે ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નથી માત્ર બેથી ચાર નેતાઓ ઉપર સમગ્ર ચૂંટણી કેન્દ્રિત થઇ હોય તેવું આવું પ્રથમ વખત બન્યું છે. આ વખતે એવું લાગતું હતું કે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી નથી લડી રહ્યું પરંતુ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે.

અન્ય પ્રાદેશિક પક્ષોના નેતાઓ પણ પોતાના રાજ્ય પુરતા સીમિત રહ્યા છે. આવી પરિસ્થિતિને પગલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે 23મી મેના રોજ ચૂંટણીનું જે કોઈ પરિણામ આવે તેના માટેની સીધી જવાબદારી ભાજપ તરફથી નરેન્દ્ર મોદીએ અને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ લેવી પડશે. જે નેતા જીતશે તે અંગે પોતાની સંપૂર્ણ ક્રેડિટ લઈ શકે છે, પરંતુ હારવાની પરિસ્થિતિ ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પણ પોતાના પર જ લેવી પડશે. હાર માટે અન્ય નેતાઓ કે બીજી કોઈ સ્થિતિને જવાબદાર ગણી શકાશે નહીં.

READ ALSO

Related posts

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel

PM મોદી જે ગુફામાં ધ્યાનમાં બેઠા હતાં ત્યાં તમે પણ રહી શકો છો અને તે પણ…

Riyaz Parmar

બિહારના પાલીગંજ અને આરામાં મતદાન સમયે હિંસા, પોલીસનો લાઠીચાર્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!