GSTV
Home » News » 23-મે પછી મોદી માજી વડાપ્રધાન કહેવાશે: કોંગ્રેસી નેતાનાં આકરા પ્રહારો

23-મે પછી મોદી માજી વડાપ્રધાન કહેવાશે: કોંગ્રેસી નેતાનાં આકરા પ્રહારો

લોકસભા ચૂંટણીને ધ્યાને લેતા દરેક નેતાઓ વાયબ્રન્ટ પ્રચાર કરી રહ્યા છે. તેમજ એક દિવસમાં 4-5 રેલી-સભા કરી રહ્યા છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ટ્રેઝરર અહેમદ પટેલે આજે ઉત્તર ગુજરાતમાં સભાઓ સંબોધી હતી. જેમાં પ્રથમ સિદ્ધપુરનાં છાપી ખાતે સભા સંબોધી હતી. ત્યારબાદ અહેમદ પટેલે સાબરકાંઠા લોકસભા બેઠકનાં વિજયનગર ખાતે પ્રચારનું શસ્ત્ર અજમાવીને સત્તાધારી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં.

સાબરકાંઠાના વિજયનગર ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ. જેમાં અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સાબરકાંઠા લોકસભાના ધારાસભ્યો, જીલ્લા પ્રમુખ અને લોકસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં અહેમદ પટેલે જણાવ્યુ કે 23મી મે પછી મોદી માજી વડાપ્રધાન કહેવાશે. ભરૂચમાં પણ કોંગ્રસની જીતવાની તકો વધી ગઈ છે. આ સાથે અહેમદ પટેલે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા સામે પણ સવાલો સર્જયા હતા.

READ ALSO

Related posts

જામિયા યૂનિવર્સિટીમાં મારપીટ-તોડફોડ, આરોપ-પ્રત્યારોપ વચ્ચે સુલેહનો નિષ્ફળ પ્રયાસ

Bansari

નવાઝ શરીફની હાલત ગંભીર, જેલમાં ઝેર આપવામાં આવી રહ્યું હોવાનો પુત્ર હુસૈનનો દાવો

Bansari

સરહદે તોપમારા કરતાં પાકિસ્તાનની અવળચંડાઈ, સેનાએ દિવાળી મીઠાઈ ન સ્વીકારી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!