શાહરુખ ખાન, કાજોલ અને રાણી મુખર્જી સ્ટારર ફિલ્મ “કૂછ કૂછ હોતા હૈ” ને રિલીઝ થયાનાં 20 વર્ષ થયા છે.તો ફિલ્મના નિર્દેશક કરણ જૌહરે મુંબઇમાં ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં શ્વેતા બચ્ચન, સિદ્ધાર્થ કપુર, નેહા સૂપિયા, જોયા અખ્તર, ઇશાન સટ્ટેર અને કરીના કપુર સહિત અનેક મોટા સિતારાઓ હાજર રહ્યા હતા.
આ પાર્ટીના ઘણા બધા વીડિયો અને ફોટાઓ મીડિયા પર ધૂમ મચાવે છે. એક વિડિઓ વાયરલ થયો છે એમા શાહરુખ, કાજોલ અને રાણી મુખરજી એક સાથે પોઝ આપતાં દેખાય છે. વિડિયોમાં ત્રણેય એકસાથે મસ્તી કરે છે. બંને એક્ક્ટ્રેસ શાહરુખ ખાનને વારાફરતી કિસ પણ કરે છે અને પછી લિપિસ્ટિકની દાગ પોતાના હાથે સાફ કરે છે. ફિલ્મમાં પણ શાહરુખ ખાન, કાજોલ અને રાણી મુખરજીનું ઘણું સારૂ બોન્ડિંગ બતાવવામાં આવ્યું હતું, જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. આ ફિલ્મ પછી કાજોલ અને શાહરૂખની જોડીએ ધૂમ મચાવી હતી. બંને સાથે મળીને ઘણા ફિલ્મોમાં એક સાથે કામ પણ કર્યું.
View this post on Instagram
#ranimukherjee #shahrukhkhan #kajoldevgan #kuchkuchhotahain20years bash @viralbhayani
આ ફિલ્મ 16 ઑક્ટોબર 1998 માં રિલીઝ થઈ હતી. તે સમયે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ બ્લોકબાસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મ માટે શાહરુખ ખાનને શ્રેષ્ઠ અભિનેતા અને કાજોલને શ્રેષ્ઠ એક્સ્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સલમાન ખાન અને રાણી મુખરજીને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મના 20 વર્ષ પૂરા થયા એનાં આનંદમાં પાર્ટી આપી હતી.