GSTV
Gujarat Government Advertisement

જનતાનો મરો: ચૂંટણી પરિણામ જાહેર થતાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધ્યા, સરકારને તમારા ખિસ્સાની જરાયે નથી પડી !

Last Updated on May 5, 2021 by Pravin Makwana

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ લગભગ ૧૮ દિવસ પછી મંગળવારે પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલમાં ૧૮ પૈસાનો ભાવ વધારો કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કથિત રીતે પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાનો બોજ સરકારી ઓઈલ કંપનીઓએ પોતે વહન કર્યો હતો.

ચૂંટણી પરિણામોના બે દિવસ પછી સરકારી ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલનો ભાવ વધારાનો બોજ હવે ગ્રાહકોના માથે નાંખ્યો છે. 

હવે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૯૦.૪૦થી વધીને  રૂ. ૯૦.૫૫ થયું છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૦.૭૩થી વધીને રૂ. ૮૦.૯૧ થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૭.૫૩થી વધીને રૂ. ૮૭.૬૯ થયો છે. ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૬.૯૩થી વધીને રૂ. ૮૭.૧૩ થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની અસર સમગ્ર દેશમાં રાજ્યોના સ્થાનિક વેટ ટેક્સને લીધે અલગ અલગ થતી હોય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક સુધારો કરતી ઓઈલ કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં અનપેક્ષિત રીતે ૧૫મી એપ્રિલે આંશિક રીતે ભાવ ઘટાડયા પછી ભાવમાં સુધારો ફ્રીઝ કરી દીધો હતો. યોગાનુયોગ આ જ સમયમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી. બીજી મેએ પરિણામ જાહેર થયા પછી તુરંત જ ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં મજબૂતીના ટ્રેન્ડને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં વધારાના સંકેત આપ્યા હતા.

ભારતમાં કોરોનાના કેસ વધવાની ચિંતાએ પેટ્રોલ-ડીઝલની માગમાં ઘટાડા છતાં અમેરિકામાં માગમાં સુધારા અને ડોલરમાં નરમાઈને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૭મી એપ્રિલથી ક્રૂડના ભાવમાં સતત વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકારી ઓઈલ કંપનીના અધિકારીએ કહ્યું હતું કે, દુબઈ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૨.૯૧ ડોલર વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નજીકના ભવિષ્યમાં ક્રૂડ ઓઈલના ભાવ મજબૂત રહેવાની અપેક્ષા છે. આથી પેટ્રોલ-ડીઝલના રીટેલ ભાવમાં વધારાનું દબાણ સર્જાશે.

પેટ્રોલ

સરકારી ઓઈલ કંપનીઓએ ૧૫મી એપ્રિલે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૧૬ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૧૪ પૈસાનો ઘટાડો કર્યો હતો, જે ૨૪મી માર્ચ પછી ચોથો ઘટાડો હતો. ૨૪મી માર્ચ પછી પેટ્રોલમાં કુલ ૬૭ પૈસા અને ડીઝલમાં ૭૪ પૈસાનો ઘટાડો કરાયો હતો. આ ઘટાડા પહેલાં ગયા વર્ષે માર્ચમાં સરકારે એક્સાઈઝ ડયુટીમાં વધારો કરતાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૨૧.૫૮ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૧૯.૧૮નો વધારો કરાયો હતો. 

પેટ્રોલ અને ડીઝલના રીટેલ વેચાણમાં કેન્દ્ર અને રાજ્યોના ટેક્સનો હિસ્સો ૬૦ ટકા જેટલો હોય છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૩૨.૯૦ અને ડીઝલ પર રૂ. ૩૧.૮૦ની એક્સાઈઝ ડયુટી વસૂલે છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૯.૮૩થી વધીને રૂ. ૯૬.૯૫ થયો છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૮૭.૮૧થી વધીને રૂ. ૮૭.૯૮ થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!