GSTV

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Last Updated on October 23, 2021 by Pravin Makwana

14 વર્ષમાં એકમાત્ર એવી વસ્તું છે, જે મોંઘી નથી થઈ. મોંઘવારીના બોઝથી તે થોડી હલ્કી છે, પણ તેના ભાવ ક્યારેય વધ્યા નથી. પણ હવે 14 વર્ષ બાદ આખરે માચિસની ડબ્બીના ભાવ વધવા જઈ રહ્યા છે. જે 1 રૂપિયા મોંઘી થવા જઈ રહી છે. આગામી મહિનાથી માચિસ 2 રૂપિયાની ડબ્બી વેચાશે. પાંચ મુખ્ય માચિસ ઉદ્યોગના પ્રતિનિધિઓએ સર્વસંમતિ સાથે 1 ડિસેમ્બરથી માચિસની એમઆરપી 1 રૂપિયામાંથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે 2007માં માચિસના ભાવ વધારવામાં આવ્યા હતા. ત્યારે તેની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયો કરવામાં આવી હતી. માચિસની કિંમતમાં વધારો ગુરૂવારે શિવકાશીમાં ઓલ ઈંડિયા ચેમ્બર ઓફ મેચેસની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભાવવધારા પાછળ કાચા માલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યા હતા. ઉત્પાદકોએ કહ્યું કે માચિસ બનાવવા માટે 14 કાચા માલ જરૂરી છે. એક કિલો લાલ ફોસ્ફરસ 425 રૂપિયાથી વધીને 810 રૂપિયા થયો છે. એ જ રીતે મીણનો ભાવ રૂ.58થી વધીને રૂ.80, આઉટર બોક્સ બોર્ડ રૂ.36થી રૂ.55 અને ઇનર બોક્સ બોર્ડ રૂ.32થી વધીને રૂ.58 થયો છે. પેપર, સ્પ્લિન્ટ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરના ભાવમાં પણ 10 ઓક્ટોબરથી વધારો થયો છે. ડીઝલના વધતા ભાવોએ પણ બોજમાં વધારો કર્યો છે.

હવે 600 માચિસનું એક બંડલ 270-300 રૂપિયામાં વેચાઈ રહ્યું છે

નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સેક્રેટરી વી.એસ. સેતુરાથીને જણાવ્યું કે, ઉત્પાદકો 600 મેચબોક્સ (દરેક બોક્સમાં 50 મેચબોક્સ) નું બંડલ 270 થી 300 રૂપિયામાં વેચી રહ્યા છે. અમે અમારા એકમોમાંથી વેચાણ કિંમત 60% વધારીને 430-480 રૂપિયા પ્રતિ બંડલ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં 12% GST અને પરિવહન ખર્ચનો સમાવેશ થતો નથી.

તમિલનાડુમાં 4 લાખ લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે

સમગ્ર તમિલનાડુમાં આ ઉદ્યોગમાં લગભગ ચાર લાખ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મેળવે છે અને 90% થી વધુ પ્રત્યક્ષ કર્મચારીઓ મહિલાઓ છે. ઉદ્યોગ કર્મચારીઓને વધુ સારી ચૂકવણી કરીને વધુ સ્થિર કર્મચારીઓને આકર્ષવાની આશા રાખે છે. આનું કારણ એ છે કે ઘણા લોકો મનરેગા હેઠળ કામ કરવામાં રસ દાખવી રહ્યા છે કારણ કે ત્યાં પગાર વધુ સારો છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!