GSTV
Home » News » ભારતે રીતી-રિવાજ અહીંયા પણ જાળવ્યાં, ઉરી વખતે 13મું અને પુલવામાં વખતે 12મું કરી નાખ્યું હતું

ભારતે રીતી-રિવાજ અહીંયા પણ જાળવ્યાં, ઉરી વખતે 13મું અને પુલવામાં વખતે 12મું કરી નાખ્યું હતું

પુલવામાં હુમલા બાદ ભારતે બદલો લીધો છે. જેને દુનિયાએ દેખ્યો છે. ભારતે પાકને બરોબરનો પાઠ ભણાવ્યો છે અને જોરદાર બદલો લીધો છે. આ પહેલાનો હુમલો એટલે કે ઉરીનો હુમલો કે જ્યારે નાપાક પાકને એવો અહેસાસ થયો હતો કે હવે ભારત ચૂપ નહીં બેસે. ઉરી વખતે ભારતે 13 દિવસ પછી જ હુમલો કરી બદલો લીધો હતો અને નાપાક પાકને જવાબ આપ્યો હતો. ભારતે 12 દિવસ પછી પુલવામાંનો બદલો લીધો છે. એટલે કે એક વખત બારમું અને આ વખત તેરમુું કરી નાખ્યું.

પુલવામા આતંકવાદી હુમલાના 12 દિવસ બાદ પાકિસ્તાનની ડરપોક હરકતને અંજામ આપવા માટે ભારતનાં 12 લડાયક વિમાનોએ પાકિસ્તાનને વળતી પ્રતિક્રિયા આપી હતી. સવારે ભારતીય હવાઇ દળે એલઓસીને પાર કરી અને આતંકવાદી કેમ્પને ઉડાવી દીધા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવ્યું છે કે એરફોર્સ એરક્રાફ્ટ આતંકવાદી કેમ્પ પર 1,000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા. જેમાં આતંકવાદી કેમ્પ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા. પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ સામે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય હવાઇ દળના સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ્સે ગઇકાલે લાઈન કંટ્રોલમાં આતંકવાદી કેમ્પ પર આશરે 1,000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા.

આ હુમલામાં 200-300 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના પાંચ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલા બાદ, ભારત-પાક સરહદ પર તણાવ વધ્યો હતો અને પાકે રિટર્ન પણ હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનનું એક એફ-16 ફાયર જેટ મીગે તોડી પાડ્યું હતું.

પુલવામાં થયેલા આંતકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ સવારમાં 3.30 વાગ્યે કાર્યવાહી કરી જડબા તોડ જવાબ આપ્યો હતો. ભારતીય એરફોર્સે ઘણા મોટા વિમાનો સાથે એલઓસી પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીરમાં કાર્યવાહી કરી હતી. વાયુસેનાએ આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કર્યા છે. સુત્રોની માનવામાં આવે તો પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદના આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા હતા. અહીં ત્રણે જગ્યાએ જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તબાહ કરી નાખ્યા હતા.

Related posts

શાહીનબાદથી આવ્યા સારા સમાચાર, આંદોલનકારીઓએ કાલિંદી કુંજથી ફરિદાબાદ જતો રસ્તો ખોલ્યો

Arohi

શેરડીની ખેતી કરો છો ? તો આ ખેડૂતે અપનાવેલી ટેકનિકનો કરો ઉપયોગ, મળશે મબલખ આવક

Mayur

મોહમ્મદ શમી પછી હવે બુમરાહનાં બચાવમાં આવ્યા ટીમનાં આ વરિષ્ઠ ખેલાડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!