GSTV

રાજકારણમાં કોઈ કોઈનું સગુ નથી/ સમયનું ચક્ર એવું ફર્યુ કે, 11 વર્ષ પહેલા જેનું જાહેરમાં મોદીએ અપમાન કર્યુ હતું તેના માટે જોળી ફેલાવી માગશે મત

આપણા બધામાંથી કે જેનો સંબંધ દાદા-દાદી, ગામડા સાથે રહ્યો છે, તેણે નાનપણમાં એક વાર્તા સાંભળી હશે. આ વાર્તાઓમાં તમે મોટે ભાગે એવુ સાંભળતા હશો કે, સમયનું ચક્ર ફરતું રહે છે અને અમુક ઘટનાઓ એવી રીતે ફરે છે. આપણને આ જીવનમાં જ જોવા મળી જતી હોય છે. આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યુ છે. જે ભારતીય રાજકારણનો ઈતિહાસ બની જશે. અત્યાર સુધી લખાયેલા આ વાક્યોની અકળાયા હોય તો સ્પષ્ટતા કરી દઈએ કે, અહીં અમે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે સમીકરણો રચાવાના છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સમયનું ચક્ર એવું ફર્યુ છે કે, 11 વર્ષ બાદ સમયનું એવુ ચક્ર ફર્યુ છે કે, ભારતીય રાજકારણમાં નવો ટર્નિંગ પોઈન્ટ જોવા મળશે.

પહેલી વાર નીતિશ કુમાર માટે જોળી ફેલાવશે મોદી

70 વર્ષિય વડાપ્રધાન મોદી પોતાના લગભગ 50 વર્ષના રાજકીય જીવનમાં પહેલીવાર મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે જોળી ફેલાવશે. જી હા…નવાઈ પામવાની જરૂર નથી, ભારતીય રાજકારણમાં પહેલી વાર આવુ થવા જઈ રહ્યુ છે. આમ તો નિતિશ કુમાર અઢી દાયકાથી ભાજપના સાથી રહ્યા છે. પણ આજ સુધીમાં નરેન્દ્ર મોદી તેમના માટે મત માગ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ ભાજપ અને તેના સાથી દળો માટે અને નેતાઓ માટે મત માગ્યા છે. પણ નીતિશ કુમાર અપવાદ એક એવા નેતા છે, જેના માટે મોદીએ ક્યારેય મત માગ્યા નથી. ત્યારે હવે સવાલ એ થાય કે, આખરે એવુ તે શું થયુ છે. આ વાતને સમજવા માટે આજથી લગભગ 11 વર્ષ પાછળ જવુ પડશે.

લુધિયાણાની એ રેલી જેમાં નીતિશ કુમારે મોદીને કહ્યુ હતું- આ ઠીક વાત નથી !

10 મે 2009ની તારીખ, લુધિયાણામાં શિરોમણી અકાલી દળના આમંત્રણ પર એનડીએ નેતાઓએ રેલી દ્વારા એકતા બતાવવાની કોશિશ કરી હતી. લોકસભા ચૂંટણીનો સમય હતો. ત્યારે એનડીએમાં શામેલ દળ વિપક્ષની ભૂમિકામાં હતા. લાલકૃષ્ણ અડવાણીને પ્રધાનમંત્રી બનાવવા માટે એનડીએના સાથી પક્ષોએ રાજકીય દળ લુધિયાણામાં એકતા બતાવી રહ્યા હતા. આ દરમિયાન એનડીએના પાર્ટનર નીતિશ કુમાર પણ મંચ પર હતા.

તે સમય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ મંચ પર હાજર હતા. નરેન્દ્ર મોદીએ મંચ પરથી નિતિશ કુમારનો હાથ પકડીને ઉભા કર્યા હતા અને તેમના શાસનના ભરપૂર વખાણ કરવા લાગ્યા હતા. જો કે, નીતિશ કુમારને આ વાત પચી નહોતી, રેલી બાદ તુરંત પત્રકારો સાથે વાત કરતા નિતિશ કુમારે કહ્યુ હુતં કે, આ વાત ઠીક નથી. આ પહેલો એવો પ્રસંગ હતો, જ્યારે નીતિશ કુમારે સાર્વજનિક રીતે નરેન્દ્ર મોદી સાથે અંતર રાખવાનું ચાલુ કરી દીધું હતું.

સંજય રાઉત બળતામાં ઘી હોમી રહ્યા છે- કહ્યું, મુદ્દા ખુટતા હોય પાર્સલ કરી આપું

આ ઘટનાના બરોબર એક વર્ષ બાદ 2010માં બિહાર વિધાનસભાની ચૂંટણી આવી. આ ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીને પ્રચાર માટે બોલાવવા માગતા હતા. જો કે, ગઠબંધનનો ચહેરો હોવાના નાતે નિતિશ કુમારે ચોખ્ખી ના પાડી દીધી હતી. પુરની સ્થિતીમાં ગુજરાત તરફથી આવેલી મદદને પણ ઠુકરાવી દીધી હતી. હકીકતમાં આ એ દિવસો હતા, જ્યારે ગુજરાતમાં વિપક્ષ દ્વારા ગુજરાતમાં થયેલા રમખાણોમાં મોદીના નામને સંડોવી રહ્યા હતા. તેથી નિતિશ કુમાર પોતાની તથાકથિત સેક્યુલર છબી બતાવવા માગતા હતા. એટલા માટે તે નરેન્દ્ર મોદીથી છેટા રહેવા માગતા હતા.

જેના મંચ પર આ બધુ થયું તેણે જ આજે સાથ છોડી દીધો

સંયોગ તો જુઓ, જે શિઅદના કહેવા પર લુધિયાણામાં 11 વર્ષ પહેલા રેલી થઈ હતી, તે આજે એનડીએમાંથી અલગ થઈ ગયુ છે. તે સમયે નીતિશ કુમારે મોદી સાથે સંબંધ કાપી અલગ થયા હતા, હવે અકાલી દળ છોડી ફાડી અલગ થઈ ગયુ છે.

સમયનું ચક્ર એવુ ફર્યુ છે કે, જે નીતિશ કુમારે મોદી સાથે અલગ થવા માગતા હતા, તે જ હવે તેમના માટે મત માગતા જોવા મળશે. આપને જણાવી દઈએ કે, અકાલી દળે કૃષિ બિલના વિરોધમાં મોદી સરકાર અને એનડીએમાંથી અલગ થઈ ગયુ છે. ત્યારે આ બાબતને લઈને નિતિશ કુમાર પોતાની વર્ચુઅલ રેલીમાં આ બિલના ભરપૂર વખાણ કરી રહ્યા છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત તો એ છે કે, સંસદમાં જ્યારે બિલ પાસ થયુ ત્યારે નીતિશ કુમારની પાર્ટીના ચેરમેન હરિવંશને પણ વિપક્ષનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો. હરિવંશ નિતિશ કુમારની ખાસ છે અને તેમની પાર્ટીના પણ છે. એટલે જ કહેવાય છે કે, સમયનું ચક્ર ફરે છે, ત્યારે કેટલાય સંયોગો જોવા મળે છે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!