દિવાળી અને નવા વર્ષને આવકારવા લોકો ફટાકડા ફોડતાં હોય છે. પરંતુ ફટાકડાના ધુમાડાને કારણે પ્રદૂષણમાં ઘણો વધારો થાય છે. જોકે સુપ્રીમ કોર્ટે ફટાકડના વેચાણ પર સંપૂર્ણ રોક લગાવી નથી. પરંતુ દિવાળીની રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદના કલેક્ટર એક્શનમાં આવ્યા છે. અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવશે.
કલેક્ટર વિક્રાંત પાંડેએ કહ્યું કે અમદાવાદમાં 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર સામે કાર્યવાહી થશે. અને આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે. વિક્રેતાઓ લાઈસેન્સ આપતા સમયે સુપ્રીમકોર્ટની ગાઈડલાઈનું પાલન કરવાની મુખ્ય શરત રહેશે. પ્રતિબંધિત જૂના ફાટકડાનું વેચાણ કરતા વિક્રેતાઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવશે.