GSTV

ફિટ ઈન્ડિયા ડાયલોગમાં પીએમ મોદી સાથે વાત કરશે જમ્મુ-કાશ્મીરની ફૂટબોલર અફશાન આશિક

જમ્મુ-કાશ્મીરની મહિલા ફૂટબોલર અફશાન આશિક દેશના ટોચના રમતવીરોમાં સામેલ છે જે આજે ફિટ ઇન્ડિયા ડાયલોગ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે. અફશાન 2017માં શ્રીનગરમાં પથ્થરમારો થતાં સમાચારમાં આવી હતી. ગોલકીપર અફશાન ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, બે વખતના પેરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા દેવેન્દ્ર ઝાઝરીયા, અભિનેતા મિલિંદ સોમણ જેવા પ્રખ્યાત લોકો આ સિઝનમાં વડા પ્રધાન સાથે વાત કરશે.

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) એક નિવેદનમાં કહ્યું છે કે, આ વાતચીત ઓનલાઇન થશે જેમાં ભાગ લેનારા તેમની સ્ટોરી શેર કરશે અને તેમની ફિટનેસ યુક્તિઓ જણાવશે. વડા પ્રધાન મોદી પણ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે પણ પોતાનું વલણ રજૂ કરશે.’ તેમણે કહ્યું, ‘આ ઓનલાઇન વાતચીત દરમિયાન પોષણ, સ્વાસ્થ્ય અને ફિટનેસને લગતા પાસાઓની ચર્ચા કરવામાં આવશે, કારણકે કોવિડ-19 રોગચાળામાં ફિટનેસ જીવનનું એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયું છે.’

ત્રણ વર્ષ અગાઉ અફ્શાનની જમ્મુ-કાશ્મીર પોલીસ પર પથ્થરમારો કર્યાની તસવીરો રાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન્સ બની હતી. તે સમયે પણ તે ફૂટબોલ પણ રમી રહી હતી અને તેથી સરળતાથી તેનો ફોટો બધાંની નજરમાં આવી ગયો હતો. તેણે જમ્મુ કાશ્મીરમાં મહિલા ફૂટબોલને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું. 25 વર્ષીય અફશાન જમ્મુ-કાશ્મીર મહિલા ફૂટબોલ ટીમની ગોલકીપર તરીકે રમી અને બાદમાં વર્ષ 2019માં ઈન્ડિયન મહિલા લીગમાં એફસી કોલ્હાપુર સિટી તરફથી રમી. તે શ્રીનગરમાં યુવા ખેલાડીઓને પણ તાલીમ આપે છે.

READ ALSO

Related posts

IPL/ સળંગ બે ટી20 મેચમાં સદી ફટકારનારો ધવન એકમાત્ર બેટ્સમેન, આ રેકોર્ડ પોતાને નામ કરનારો વિશ્વનો નવમો ખેલાડી

Bansari

ધારી/ સુરેશ કોટડીયાના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

pratik shah

વાંચી લેજો/ દર મહિને ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કરો છો તો પત્નીને આવી શકે છે ઇનકમ ટેક્સની નોટિસ, જાણો શેના પર ચુકવવો પડશે ટેક્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!