GSTV

નવી આફત/ આ રાજ્યમાં નવા વાયરસે મચાવી તબાહી: 1700થી વધુના મોત, કરોડો રૂપિયાનું નુકસાન

કોરોના

Last Updated on May 8, 2021 by Bansari

મિઝોરમમાં સ્વાઈન ફિવરના કારણે ૧૭૨૮ ભૂંડનાં મોત થઈ ચૂક્યા છે. સૌપ્રથમ ૨૧મી માર્ચે બાંગ્લાદેશની સરહદ પાસે આવેલા લુંગસેન ગામમાં પહેલો કેસ નોંધાયો હતો. એ પછી સતત એક પછી એક ભૂંડ સંક્રમિત થઈ રહ્યા છે. તેના કારણે રાજ્યને ૭ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.

મોત

આ બિમારી ધીમે ધીમે અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી રહી છે

મિઝોરમમાં એક મહિનામાં ૧૭૨૮ ભૂંડના મોત સ્વાઈન ફિવરથી થયા છે. આફ્રિકન સ્વાઈન ફિવર નામના આ વાયરસ પર હજુ સુધી કાબૂ મેળવવામાં તંત્રને સફળતા મળી નથી. પશુપાલન વિભાગના નિર્દેશકના કહેવા પ્રમાણે આ બિમારી ધીમે ધીમે અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી રહી છે. ભૂંડના મૃત્યુમાં સતત વધારો થઈ રહ્યો છે એ ચિંતાજનક છે.

અગાઉ રાજ્ય સરકારે લુંગલેઈ જિલ્લાનું લુંગસેન ગામ અને ઈલેક્ટ્રિક વેંગ, આઈઝવલ જિલ્લાનું આર્મ્ડ વેંગ અને એડનઘર, સેરચિપ જિલ્લાનું કેતુમ ગામ અને દક્ષિણ મિઝોરમનું સિઆહ શહેરને બીમારીનું મુખ્ય કેન્દ્ર જાહેર કર્યું હતું, પરંતુ હવે બીજા વિસ્તારો પણ તેની ચપેટમાં આવ્યા છે.

મોત

પહેલો કેસ ૨૧મી માર્ચે બાંગ્લાદેશ સરહદની નજીક નોંધાયો

મિઝોરમના ઉચ્ચ સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે પહેલો કેસ ૨૧મી માર્ચે બાંગ્લાદેશ સરહદની નજીક નોંધાયો હતો. તેના કારણે બાંગ્લાદેશમાંથી કે મ્યાંમારમાંથી આ સંક્રમણ ભૂંડોમાં લાગ્યું હોવાની શક્યતા છે.

મિઝોરમ સરકારના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યને આ બિમારીના કારણે સાત કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. હજુ પણ નુકસાની વધે તેવી પૂરી શક્યતા છે. રોગચાળો કાબૂમાં લાવવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયાસો શરૂ કર્યા છે.

Read Also

Related posts

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!