GSTV
Home » News » અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક આતંકવાદી જલાલુદ્દીન હક્કાનીનું મોત

અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક આતંકવાદી જલાલુદ્દીન હક્કાનીનું મોત

અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક આતંકવાદી જૂથોમાં સામેલ હક્કાની નેટવર્કના સંસ્થાપક જલાલુદ્દીન હક્કાનીનું લાંબી બીમારી બાદ મોત નીપજ્યું છે. આ ઘોષણા હક્કાની નેટવર્કના સાથી આતંકી સંગઠન અફઘાન-તાલિબાન દ્વારા કરવામાં આવી છે.

તાલિબાનોએ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જલાલુદ્દીન હક્કાનીનો પુત્ર સિરાજુદ્દીન હક્કાની હવે હક્કાની નેટવર્ક જૂથનો પ્રમુખ હશે અને તે તાલિબાનોનો ઉપનેતા પણ છે.

જલાલુદ્દીન હક્કાનીએ 1980ના દશકમાં અમેરિકા અને પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં તત્કાલિન સોવિયત સંઘની લાલસેનાઓ સામે પણ લડાઈ લડી હતી.

જલાલુદ્દીન હક્કાની અરબી ભાષા જાણતો હતો અને બોલતો પણ હતો. તેના ઓસામા બિન લાદેન સહીતના અરબી આતંકવાદીઓ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતા. જલાલુદ્દીન હક્કાનીનું મોત ક્યાં અને ક્યારે થયું છે. તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Related posts

વડોદરામાં પોલીસ અને મહિલાઓ વચ્ચે આ મામલે બોલી બઘડાટી, ઝપાઝપીના દ્રશ્યો થયા કેમેરામાં કેદ

Nilesh Jethva

ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ કિનારે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો

Path Shah

કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવનાર મંજુ મલેકનું રેલવે ડીપાર્ટમેન્ટ દ્વારા કરાયું સન્માન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!