GSTV

અફઘાનિસ્તાન/ તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન, 15 વર્ષથી ઉપરની છોકરીઓનું લિસ્ટ બનાવ્યું

આતંકવાદી

Last Updated on July 25, 2021 by Damini Patel

અફઘાનિસ્તાનમાં દિવસે દિવસે સ્થિતિ બદતર થતી જાય છે. તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન કરી રહ્યા છે. યુવતીઓને ઘરમાંથી ખેંચીને લઈ જતાં હોવાના બનાવો બનવા લાગ્યા છે. એ દરમિયાન 15 વર્ષથી મોટી છોકરીઓની યાદી પણ તાલિબાની આતંકવાદીઓએ બનાવી છે.

તાલિબાનીઓનું બર્બરતા આચરવાનું શરૂ

અફઘાનિસ્તાનમાં તાલિબાને અજગરી ભરડો લઈ લીધો છે અને બર્બરતા આચરવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને સૃથાનિક ધર્મગુરૂઓને અને નેતાઓને તેના વિસ્તારોની 15 વર્ષથી મોટી છોકરીઓ અને 45 વર્ષથી નીચેની વિધવા મહિલાઓની યાદી આપવાનો આદેશ કર્યો છે. આ કિશોરીઓ અને મહિલાઓના આતંકવાદીઓ સાથે લગ્ન કરવાની પેરવી તાલિબાન કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનના જે વિસ્તારો તાલિબાનના કબજામાં આવી ગયા છે ત્યાંના સૃથાનિક નેતાઓને એક પત્ર પાઠવીને તાલિબાનના આતંકવાદીઓએ 15 વર્ષથી મોટી અપરણિત કિશોરીઓ અને યુવતીઓની યાદી આપવાનું જણાવ્યું છે. તે સિવાય 45 વર્ષથી નીચેની વયની વિધવા મહિલાઓની યાદી પણ તૈયાર કરવાનો આદેશ તાલિબાને કર્યો છે. તાલિબાનના એ પત્રની નકલ ફરતી થઈ છે.

હાજી રોઝી બેગ નામની અફઘાનિસ્તાનની મહિલાને ટાંકીને મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે તાલિબાની આતંકવાદીઓએ રોઝીની 23 અને 24 વર્ષની દીકરીઓને તાલિબાનના આતંકવાદીઓ સાથે લગ્ન કરવાનું જણાવ્યું છે. અગાઉ પણ તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનની યુવતીઓને સેક્સ સ્લેવમાં ધકેલતા હોવાનો આરોપ લાગ્યો હતો.

ધર્મ પરિવર્તન કરાવી આતંકવાદીઓને સોંપી દેવામાં આવે છે

તાલિબાન

મુસ્લિમ ન હોય એવી યુવતીઓને પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં મોકલવામાં આવે છે અને ત્યાં ધર્મ પરિવર્તન કરાવીને તાલિબાની આતંકવાદીઓને સોંપી દેવામાં આવે છે. આ આતંકવાદીઓ તેમનું જાતીય શોષણ કરે છે. દરમિયાન તાલિબાની આતંકવાદીનો એક વીડિયો પણ ભારે વાયરલ થયો છે.

વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે એક તાલિબાની આતંકવાદી યુવતી સાથે પાશવી વર્તન કરે છે અને બીજા અસંખ્ય પુરૂષો તેમ જ મહિલાઓની હાજરીમાં એ યુવતીની છેડતી કરે છે. યુવતી વિરોધ કરે છે એટલે તાલિબાની આતંકવાદી તેને પરિવારની સામે જ ઢસડીને લઈ જાય છે. આવી રીતે યુવતીઓ સાથે બર્બરતા આચરીને તાલિબાની આતંકવાદીઓ તેમને સેક્સ સ્લેવ બનાવે છે.

Read Also

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!