GSTV

VIDEO: હવે આમને કોણ સમજાવે કે, આને હવામાં ઉડાવાનું હોય, જોઈ લો તાલિબાનીઓએ વિમાનના પંખા સાથે દોરડું બાંધી હિંચકા ખાવા લાગ્યા

Last Updated on September 10, 2021 by pratik shah

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કબ્જો કર્યા બાદ કેટલાય વીડિયો વાયરલ થયા છે. જેમાં તાલિબાની લડાયકો મોજ કરતા દેખાય છે. કેટલાક ઓફિસોમાં ડાંસ કરી રહ્યા છે. તો વલી કેટલાય લડાયકો પૂર્વ અધિકારીઓના ઘરોમાં મલાઈ મારતા દેખાયા હતા. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તાલિબાનીઓ એક વિમાનના પંખા પર દોરડું બાંધીને હિંચકા ખાતા જોવા મળ્યા હતા.

વીડિયો વાયરલ થયો

31 ઓક્ટોબરે અમેરિકાએ અફઘાનિસ્તાનથી પાછા હટ્યા બાદ તાલિબાને સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી. જે બાદ નવી સરકારની રચના અંગે ચર્ચા થઈ હતી. એક તરફ તાલિબાન નેતાઓ સરકારને આડેહાથ લઈ રહ્યા છે, તો બીજી તરફ તેમના લડવૈયાઓ મસ્તી કરતા જોવા મળે છે. આવા લડવૈયાઓ હીંચકા ખાતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો આ વીડિયોને જોરશોરથી શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની કમેન્ટ પણ આપી રહ્યા છે.

આર્મી પ્લેન પર ઝૂલો બાંદ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો ચીનના અધિકારીએ શેર કર્યો છે. વીડિયોમાં તાલિબાનના છોકરાઓએ સેનાના વિમાન સાથે દોરડું બાંધીને તેના પર ઝૂલતા હોય છે. એક છોકરો સ્વિંગ પર બેઠો છે અને બીજો તેને ઝુલાવી રહ્યો છે. ભારતમાં શ્રાવણ મહિનો ક્યારનોય ગયો પણ આ લડવૈયાઓ હવે તેનો આનંદ માણી રહ્યા છે.

અફઘાન નાગરિકો માટે અફઘાનિસ્તાનમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. શરિયા કાયદાના ફરીથી અમલ બાદ ત્યાંની મહિલાઓ અને છોકરીઓનું જીવન નરક બની ગયું છે. નવા નિયમો અનુસાર છોકરાઓ અને છોકરીઓ અફઘાનિસ્તાનમાં સાથે અભ્યાસ કરી શકતા નથી. આ સિવાય સરકારી કર્મચારીઓએ તમામ સુવિધાઓ પરત કરવી પડી હતી અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!