GSTV
Gujarat Government Advertisement

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Last Updated on May 16, 2021 by Pritesh Mehta

આતંકવાદ મુદ્દે ઘણા મોરચે ઘેરાયેલા પાકિસ્તાનને અફઘાનિસ્તાને અરીસો દેખાડ્યો છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાનની સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે, તાલિબાનની સંપૂર્ણ વ્યવસ્થા પાકિસ્તાનથી જ સંચાલિત થાય છે.

પાકિસ્તાન

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાના દેશમાં તાલિબાનને તમામ સુવિધાઓ પુરી પાડે છે અને ફંડિંગ પણ કરે છે. આ ઉપરાંત તાલિબાનીની ભરતી પણ પાકિસ્તાનમાં જ કરાય છે. રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરાયેલા અશરફ ગનીના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે,‘પાકિસ્તાને જ તાલિબાન સાથે શાંતિ વાર્તા પૂર્ણ થાય તે માટે આગળ આવવું જોઈએ. અફઘાનિસ્તાનમાં શાંતિ વાર્તામાં અમેરિકાની ભૂમિકા મર્યાદિત છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે મુખ્ય ભૂમિકા સ્થાનિક દેશોની છે, જેમાં પાકિસ્તાનની ભૂમિકા ખાસ છે. તાલિબાનો પર પાકિસ્તાનની જ અસર છે. તેણે તાલિબાનની સિસ્ટમ તૈયાર કરી હતી. તાલિબાન અંગે નિર્ણય લેતી તમામ સંસ્થાઓ પાકિસ્તાનમાં છે અને તેમને પાક. સરકારનું સમર્થન મળેલું છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!