GSTV

અફઘાનિસ્તાન: જુમ્માની નમાઝ દરમ્યાન મસ્જિદમાં ભીષણ વિસ્ફોટ, 50 લોકોના મોત: સંખ્યાબંધ લોકો ઘાયલ!

Last Updated on October 8, 2021 by pratik shah

અફઘાનિસ્તાનમાં શુક્રવારના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં ઉત્તરી કુંદુજ પ્રાંતમાં નમાઝ દરમ્યાન એક મસ્જિદમાં ભીષણ વિસ્ફોટ થયો હતો આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ત્યાની સમાચાર એજન્સીએ હોસ્પિટલ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.

સ્થાનીક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે, અથવા ઘાયલ થયા છે. એક ઓફિસરે જણાવ્યું કે જે સમયે મસ્જિદ પર હુમલો થયો તે દરમ્યના અંદાજીત 300 શિયા જુમાની નમાજ માટે એકત્રીત થયા હતા. તાલિબાનના પ્રવક્તા અને સૂચના સંસ્કૃતિ મંત્રી જબીઉલ્લા મુજાહિદે પણ આ ઘટના પર નિવેદન જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજે બપોર કંદુજના ખાનાબાદ બંદાર વિસ્તારમાં શિયા નાગરીકોને નિશાને બનાતવતા એક બ્લાસ્ટ થયું છે. તેમાં ઘણા લોકોએ મોત થયા છે.

તાલિબાન

હજુ સુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આઈએસ ખોરાસાનનું આ આંતકી હુમલા પાછળ હાથ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં ક્રૂર તાલિબાન શાસન આવી ગયું છે.

READ ALSO

Related posts

નિયોકોવનો પ્રચંડ પ્રહાર/ તમામ કોરોના વેક્સિન તેના પર અસરવિહીન, કોઈપણ પ્રકારની ઈમ્યુનિટીને આપી દેશે થાપ

GSTV Web Desk

મોટા સમાચાર / આ તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર, નવી સરકાર ચૂંટણીને અનુલક્ષી રજૂ કરશે અંદાજપત્ર

GSTV Web Desk

કાળી હિમ વર્ષા/ આ ગામમાં થયો ‘બ્લેક સ્નોફોલ’, તસવીરો જોઈને થઈ ગયા લોકો આશ્ચર્યચકિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!