GSTV

બ્રિક્સના વર્યુલ સંમલનનું આયોજન, કહ્યું-અફઘાનિસ્તાનનો ઉપયોગ અન્ય દેશો પર હુમલા માટે ન જ થવો જોઈએ

Last Updated on September 10, 2021 by Damini Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) ના વડાઓના એક વર્યુલ સંમલનનું આયોજન તયું હતું જેમાં ત્રાસવાદના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્રને લીલી ઝંડી આપી દીધી હતી અને બેઠકમાં ત્રાસવાદ સામેના જંગના મુદ્દે સર્નસંમતિ પણ સાધી શકાઇ હતી.

આ વર્ચ્યુલ સંમેલનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને અફઘાનિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતું કે અમેરિકા અને તેના સહયોગી દેશોએ અચાનક અફઘાનિસ્તાન છોડી દીધું તેના કારણે જ હાલ ઘમી મોટી સમસ્યા ઉભી થઇ છે. યાદ રહે કે બ્રિક્સ દેશોસું આ સંમેલન વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયું હતું.

વિશ્વ સમક્ષ સુરક્ષાનો એક મોટો પડકાર

પુતિને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વ સમક્ષ સુરક્ષાનો એક મોટો પડકાર ઉભો થયો છે. તેથી ત્રાસવાદ અને નશીલા પદાર્થોની હેરાફેરી ઉપર અંકુશ મેળવવો ખુબ જ જરૂરી છે. તે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાને તેના પાડોશી રાષ્ટ્રો માટે ત્રાસવાદનો અડ્ડો અને માદક દ્રવ્યોનું કેન્દ્ર બનવું જોઇએ નહીં.

વડાપ્રધાન મદીએ કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિક્સ દેશોના સંમેલનમાં બહુવિધ સિસ્ટમને વધુ મજબૂત બનાવી એક ચોક્કસ પોઝીશન બનાવવાની આ સૌ પ્રથમ ઘટના બની છે. તે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રિક્સ દેશોએ ાકાઉન્ટર ટેરરિઝન એક્શન પ્લાનને અપનાવી લીધો છે.. તે ઉપરાંત મોદીએ કહ્યું હતું કે છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સ દેશોએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી લીધી છે.

આજ આપણે વિશ્વના ઉભરતા નવા નવા અર્થતંત્રો માટે એક અસરકારક અને પ્રભાવશાળી અવાજ બની શક્યા છીએ. વિકાશીલ દેશોની પ્રાથમિકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ આ મંચ ખુબ જ ઉપયોગી બની શક્યો છે, તથી હવે આપણે એ બાબત સુનિશ્ચિત કરવાની રહે ચે કે આગામી 15 વર્ષોમાં બ્રિક્સ દેશો વધુ પરિણાલક્ષી બને મોદીએ ઉમેર્યું હતું.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!