GSTV

મોટા સમાચાર/ સિરિયલ બ્લાસ્ટથી ધણધણી ઉઠી અફઘાનિસ્તાનની રાજધાની, 10થી વધુ રૉકેટ કરાયા ફાયર, 3ના મોત

બ્લાસ્ટ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ શનિવારે થયેલા એક પછી એક બ્લાસ્ટથી હચમચી ગઇ. એએફપી તરફથી આ મામલે જાણકારી આપવામાં આવી છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચોવચ્ચ સ્થિત ગીચ વસ્તી ધરાવતા ગ્રીમ ઝોન અને ઉત્તરી વિસ્તારમાં થયા છે. આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને લઇને દેશના આંતરિક મંત્રાલયે કહ્યું કે આજે સવારે કાબુલના વિભિન્ન હિસ્સાઓમાં 14 રોકેટ પડતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને 11 લોકો ઘાયલ થયા છે. જો કે આ સંખ્યામાં વધારો થઇ શકે છે. એક પછી એક ધડાકાના અવાજથી એવુ લાગી રહ્યું હતું કે સતત રોકેટથી ફાયર કરવામાં આવ્યુ છે.

બ્લાસ્ટમાં એક પોલીસકર્મીનું મોત, 3 ઘાયલ

હાલ આ મામલે અધિકારીઓએ કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે આંતરિક મંત્રાલયનું કહેવુ છે કે શનિવારની સવારે બે નાના ‘સ્ટિકી બોમ્બ’થી બ્લાસ્ટ થયા હતા. તેમાંથી એકે પોલીસની કારને નિશાન બનાવી હતી. જેમાં એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ અને ત્રણ ઘાયલ થઇ ગયા હતા.

આ બ્લાસ્ટના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે જેમાં જોઇ શકાય છે કે રોકેટ ભવનોની આરપાર ચાલ્યા ગયા છે. જો કે આ તસવીરો કેટલી સાચી છે તેની પુષ્ટિ થઇ શકી નથી. જણાવી દઇએ કે આ બ્લાસ્ટ અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને તાલિબાન અને કતારના ખાડી રાજ્યની અફઘાન સરકારની બેઠક પહેલા થયા છે. શનિવારે થયેલા આ બ્લાસ્ટની હજુ સુધી કોઇપણ સંગઠને જવાબદારી નથી લીધી.

તાલિબાને શપથ લીધી છે કે તે યુએસ વિથડ્રોવલ ડીલ અંતર્ગત કોઇપણ શહેરી વિસ્તારમાં હુમલો નહી કરે, પરંતુ કાબુલ પ્રશાસને કાબુલમાં તાજેતરમાં જ થયેલા હુમલા માટે તેના વિદ્રોહીઓ અથવા તેના સમર્થકો પર આરોપ લગાવ્યા છે. ખાસ વાત એ છે કે તાલિબાન અને અફઘાન સરકાર તરફથી વાતચીતની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરૂ થઇ ચુકી છે, પરંતુ તેની ગતિ ધીમી થઇ ગઇ છે.

આંતરિક મંત્રાલયના પ્રવક્તા તારિક આરિયાને આ અઠવાડિયે કહ્યું હતું કે ગત 6 મહિનામાં તાલિબાને 53 ફિદાયીન હુમલા અને 1250 બ્લાસ્ટ કર્યા છે. આ હુમલામાં કુલ 1210 સામાન્ય નાગરિકોના મોત અને 2500 ઘાયલ થઇ ચુક્યા છે.

Read Also

Related posts

સમગ્ર વિશ્વને એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની ખબર આપતું દુનિયાની સૌથી પાવરફૂલ ટેલિસ્કોપ ધરાશાયી

Nilesh Jethva

રેલ્વેમાં નોકરીની સુર્વણ તક/ અલગ અલગ 1.40 લાખ પદ પર ભરતીની પરીક્ષાઓ, ચેક કરો જાહેર થઈ છે તારીખો

Pravin Makwana

લીવ ઇન રિલેશનશીપને લઈને હાઇકોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું: કપલને મનસુફીથી રહેવાનો હક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!