GSTV
Home » News » રનનું તાંડવ : અફઘાનિસ્તાનના ક્રિકેટરે એવી સેન્ચુરી ફટકારી કે માત્ર ગેલનો રેકોર્ડ જ તુટતા રહી ગયો

રનનું તાંડવ : અફઘાનિસ્તાનના ક્રિકેટરે એવી સેન્ચુરી ફટકારી કે માત્ર ગેલનો રેકોર્ડ જ તુટતા રહી ગયો

ગઈકાલે અફઘાનિસ્તાન ક્રિકેટની દહેરાદૂનમાં આંધી ચાલી. એમ કહો આંધી અને તુફાન એક સાથે તુટી પડ્યા. ટી-ટ્વેન્ટીના ઘણાં રેકોર્ડ ધ્વંસ થઈ ગયા. રાજીવ ગાંધી ઈન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં આર્યલેન્ડ સામે સિરીઝની બીજી ટી ટ્વેન્ટી મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા માટે ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમના ખેલાડી હઝરતુલ્લાહ ઝાઝાઈએ આર્યલેન્ડની ટીમને રાતા પાણીએ રોવડાવી દીધી. પોતાની રેકોર્ડબ્રેક સેન્ચુરીમાં આ ખેલાડીએ નોટઆઉટ 162 રન માત્ર 62 બોલમાં ફટકાર્યા. જેમાં 16 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સેન્ચુરી ફટકારતાની સાથે જ ક્રિકેટ વિશ્વમાં સનસની ફેલાઈ ગઈ કારણ કે ટી ટ્વેન્ટીના તમામ રેકોર્ડ ધ્વંસ થઈ ગયા.

અફઘાનિસ્તાને તોડેલા પાંચ મોટા રેકોર્ડ પર નજર કરીએ

  1. અફઘાનિસ્તાને T-20નો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો 278-3
  2. સૌથી વધારે ભાગીદારીનો રેકોર્ડ ઝાઝાઈ અને ઉસ્માન ગની વચ્ચે 273 રનની પાર્ટનરશીપ સાથે રચાયો
  3. T-20માં સૌથી વધારે છગ્ગા અફઘાનિસ્તાનની ટીમના નામે 22 છગ્ગા
  4. કોઈ એક ખેલાડી દ્વારા T-20માં લગાવાયેલા સૌથી વધુ છગ્ગા ઝાઝાઈ 16
  5. ટી ટ્વેન્ટીનો વ્યક્તિગત સ્કોર 162 રનનો બીજો સૌથી મોટો સ્કોર

અફઘાનિસ્તાને ટી ટ્વેન્ટીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે આ સ્કોર હતો. 2013માં તેણે પૂર્ણ વોરિયર્સ સામે 263-5 વિકેટ હતો જેને 278 રનનો સ્કોર અફઘાન ટીમે બનાવી ધ્વંસ કરી નાખ્યો.

T-20ના હાઈએસ્ટ સ્કોર

સ્કોરટીમવિરોધી ટીમવર્ષ
278-3અફઘાનિસ્તાનઆર્યલેન્ડદહેરાદૂન 2019
263/5RCBપૂર્ણે વોરિયર્સબેંગ્લોર 2013
263/3ઓસ્ટ્રેલિયાશ્રીલંકાપલ્લેકેલે 2016
262નોર્થ વેસ્ટલિંપોપ પર્લ 2018

ટી ટ્વેન્ટીમાં કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી પણ હઝરતુલ્લાહ ઝાઝાઈ અને ઉસ્માન ગનીના નામે નોંધાઈ. જેમણે પહેલી વિકેટ માટે 236 રન જોડ્યા. આ પહેલા આ રેકોર્ડ આરસીબીના વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સના નામે 229 રને અકબંધ હતો. ઝાઝાઈએ 42 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. તેણે 16 છગ્ગા ફટકારી T-20 ઈન્ટરનેશનલનો સૌથી વધારે રનનો રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલા એરોન ફિન્ચે 14 સિક્સર લગાવી હતી. ઓવરઓલ T-20ની વાત કરવામાં આવે તો સર્વાધિક સિક્સરો હજુ પણ ક્રિસ ગેલના નામે જ છે. જેણે પોતાની એક ઈનિંગમાં 18 સિક્સરો ફટકારી હતી.

ઝાઝાઈએ 162 (અણનમ) રહી T-20નો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. જો કે એરોન ફિન્ચનો 172 રનનો રેકોર્ડ તે તોડી ન શક્યો. ઓવરઓલ T-20ની જો વાત કરવામાં આવે તો ક્રિસ ગેલે 175 રન અણનમ બનાવેલા છે. એ હિસાબે ઝાઝાઈ ત્રીજા નંબરના સ્થાને આવે છે.

સૌથી ઓછા બોલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી

બોલખેલાડીટીમવિરોધી ટીમવર્ષ
35ડેવિડ મિલરસાઉથ આફ્રિકાબાંગ્લાદેશ2017
35રોહિત શર્માભારતશ્રીલંકા 2017
42હઝરતુલ્લાહ ઝાઝાઈઅફઘાનિસ્તાનઆર્યલેન્ડ2019

279 રનનું હિમાલય જેવડા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આર્યલેન્ડની ટીમે જવાબી કાર્યવાહી તો સારી જ કરી. આર્યલેન્ડે 20 ઓવરમાં 194-6 વિકેટે બનાવ્યા. અફઘાનિસ્તાને આ મુકાબલો 84 રનોથી જીતી લીધો. આર્યલેન્ડની તરફથી કેપ્ટન પૉલ સ્ટર્લિગે 50 બોલમાં 91 રન ફટરાર્યા હતા. જો કે તે ઈનિંગ પર પાણી ફરી વળ્યું હતું. અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પીનર રાશિદ ખાને 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સાથે જ અફઘાનિસ્તાને T-20ની ત્રણ મેચની સિરીઝ ઓલરેડી 2-0થી જીતી લીધી છે. હવે રાશિદ ખાન બાદ હઝરતુલ્લા ઝાઝાઈ અફઘાનિસ્તાનના નવા સ્ટાર ખેલાડી તરીકે ઉભર્યો છે. જે અફઘાનિસ્તાન અને ક્રિકેટ વિશ્વ માટે એક સારી કહી શકાય તેવી બાબત છે. આવનારા સમયમાં T-20 વિશ્વ કપમાં અફઘાનિસ્તાનની ટીમ કંઈક જાદુ કરી બતાવે તો નવાઈ નહીં.

READ ALSO

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!