GSTV

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

તાલિબાનો

Last Updated on July 26, 2021 by Bansari

અફઘાનિસ્તાન સરકારે તાલિબાનના આતંકીઓને શહેરો પર હુમલા કરતા રોકવા માટે લગભગ આખા દેશમાં કરફ્યૂ લગાવી દીધો છે. જોકે, રાજધાની કાબૂલ અને અન્ય બે પ્રાંતત સિવાય આખા દેશમાં રાતે ૧૦.૦૦થી સવારે ૪.૦૦ વાગ્યા સુધી લોકોના હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકાયો છે. બીજીબાજુ અમેરિકાનું સૈન્ય ઝડપથી અફઘાનિસ્તાનમાંથી નીકળી રહ્યું છે એવા સમયમાં અહીં તાલિબાનોને મદદ કરવા ચીન, પાકિસ્તાન અને તૂર્કીની ત્રેખડ સક્રિય થઈ ગઈ છે હોવાનો ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અખબારે ઘટસ્ફોટ કર્યો છે.

પૂર્વી કુનારમાં હવાઈ હુમલામાં ૩૦થી વધુ તાલિબાન માર્યા ગયા : તાલિબાન મોટા શહેરો પર કબજો જમાવી શક્યું નથી

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સૈનિકોની વિદાયની જાહેરાત પછી તાલિબાન અને અફઘાન સરકારી દળો વચ્ચે છેલ્લા બે મહિનાથી લડાઈ તીવ્ર થઈ ગઈ છે. તાલિબાની આતંકીઓએ દેશના અનેક ભાગો પર કબજો જમાવ્યો છે. તાલિબાની આતંકીઓ ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે અને મુખ્ય માર્ગો પર તેમણે કબજો જમાવ્યો છે. જોકે, તેઓ હજી સુધી કોઈ મોટા શહેર પર કબજો કરી શક્યા નથી.

તાલિબાની

તાલિબાનોની હિંસા રોકવા માટે અફઘાનિસ્તાનની સરકારે ૩૧ પ્રાંતોમાં રાત્રી કરફ્યૂ લગાવી દીધો છે. જોકે, કાબૂલ, પંજશીર અને નંગરહારને કરફ્યૂમાંથી છૂટ અપાઈ છે. દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વી કુનારમાં હવાઈ હુમલામાં ૨૦ તાલિબાની આતંકીઓ માર્યા ગયા હતા. આ સાથે અફઘાન હવાઈ દળે અન્ય બે પ્રાંતોમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ બંને હુમલાઓમાં ૩૦થી વધુ તાલિબાની આતંકીઓ માર્યા ગયા હતા જ્યારે અન્ય ૧૭ને ઈજા પહોંચી છે.

પાકિસ્તાનને ખરાબ આર્થિક સ્થિતિમાં અમેરિકાના સુરક્ષા કવચની જરૂર

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલમાં પ્રકાશિત અહેવાલ મુજબ વર્તમાનમાં પાકિસ્તાનને ખરાબ આર્થિક સ્થિતિમાં અમેરિકાના સુરક્ષા કવચની જરૂર છે. આવી પરિસ્થિતિમાં પણ તે ચીન અને તૂર્કી સાથે આગળ વધી રહ્યું છે. આ રિપોર્ટમાં વિદેશી બાબતોના જાણકાર ફેબિયન બાશર્ટે કહ્યું કે પાકિસ્તાને તેની નીતિમાં આ વર્ષે જૂન મહિનાથી જ પરિવર્તન લાવવાનું શરૂ કરી દીધું હતું. જૂનમાં જ પાકિસ્તાને જાહેર કર્યું હતું કે તે હવે અમેરિકાને સૈન્ય કેમ્પ સ્થાપવા માટે તેની જમીન નહીં આપે.

તાલિબાની

રિપોર્ટમાં કહેવાયું છે કે તાલિબાનોનું શાસન આવતાં અફઘાનિસ્તાન ઉઈગરોના સંગઠન પૂર્વી તૂર્કિસ્તાન ઈસ્લામિક મુવમેન્ટનું કેન્દ્ર બની જશે તેવી ચીનને ચિંતા છે. આ સંગઠન શિનજિયાંગમાં સક્રિય છે. જોકે, તાલિબાનોએ ચીન સાથે સમાધાન કરી લીધું છે અને ચીનની શંકાઓને દૂર કરી દીધી છે. પરીણામે ચીન પણ પાછલા બારણે તાલિબાનને સમર્થન કરી રહ્યું છે.

વધુમાં તૂર્કી પણ આ ત્રેખડમાં સામેલ થઈને પોતાનો લાભ જોઈ રહ્યું છે. તેને લાગે છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસનથી મુસ્લિમ દેશોનું નેતૃત્વ કરવા માટે તેને તક મળશે. તૂર્કી પહેલાથી જ પોતાના દેશમાં ઉઈગુર મુસ્લિમોને નિશાન બનાવીને ચીનનું પ્રિય બની ગયું છે. ચીન પણ અમેરિકાના સૈન્યની વિદાયથી અફઘાનિસ્તાનમાં સર્જાયેલો શૂન્યાવકાશ તેની હાજરીથી ભરવા માગે છે. આ ત્રણેય દેશોની અફઘાનિસ્તાનની ખનીજ સંપત્તિ પર પણ નજર છે. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરના કોલમિસ્ટ ફારૂક ગાદરબલીએ ટ્વીટ કરીને કહ્યું કે ચીન પાકિસ્તાન અને તાલિબાનને સહયોગ કરીને આ ક્ષેત્રની શાંતિને સંપૂર્ણપણે ખતમ કરવા માગે છે.

Read Also

Related posts

માથાનો દુ:ખાવો: જાડી ચામડીના અધિકારીઓ પાસે કામ કરાવવુ નવા નિશાળીયાઓ માટે અઘરૂ, નવા મંત્રીઓની પાઠશાળા લીધી

Pravin Makwana

પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના

Pravin Makwana

ભારતની Agni-V પરમાણુ બેલાસ્ટિક મિસાઈલથી ચીનના પેટમાં તેલ રેડાયું, યુએનમાં કરી ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!