GSTV
News Trending World

Afghanistan Blast/ અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં થયો ફરી ધમાકો, 19 લોકોની થઈ મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ કાબુલની એક શૈક્ષણિક સંસ્થામાં થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જાનહાનિ વધવાની શક્યતા છે. પોલીસે જણાવ્યુ કે હુમલાની જવાબદારી લેવાને લઈને તાત્કાલિક કોઈ દાવો કરવામાં આવ્યો નથી.

કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જાદરાને જણાવ્યું હતું કે વિસ્ફોટ એક સંસ્થાની અંદર થયો હતો. સુરક્ષા અધિકારીઓ તપાસ માટે વિસ્તારમાં પહોંચી ગયા છે.

અફઘાનિસ્તાન

કાબુલમાં ફરી ધમાકો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાલિબાનના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે સવારે બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, વિસ્ફોટ દશતી બારચી વિસ્તારમાં એક શિક્ષણ કેન્દ્રની અંદર થયો હતો. તાલિબાન વતી ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે જણાવ્યું હતું કે વિસ્ફોટ વહેલી સવારે થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં 19 લોકોના મોત થયા છે.

હુમલાની જવાબદારી કોણે લીધી?

કાબુલમાં શિક્ષણ કેન્દ્રની અંદર થયેલા વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. એક વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી આ પ્રકારની હિંસાની ઘણી ઘટનાઓ બની છે. ઇસ્લામિક સ્ટેટ જૂથને તાલિબાનનો મોટો પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. ભૂતકાળમાં મસ્જિદો અને ખાસ કરીને અફઘાનિસ્તાનના શિયા સમુદાયના સભ્યોને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાન

23 સપ્ટેમ્બરે મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો

આ મહિને પણ 23 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ કાબુલમાં એક મસ્જિદ પાસે થયો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ પહેલા સપ્ટેમ્બરમાં હેરાત શહેરની નજીક એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.

READ ALSO:

Related posts

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu
GSTV