અફઘાનિસ્તાનના કુનારમાં તાલિબાનો સામે કાર્યવાહી, 20 જેટલા આતંકીઓ ઠાર

અફઘાનિસ્તાનના ઉત્તર-પૂર્વીય કુનાર પ્રાંતમાં તાલિબાનોના ઠેકાણાઓને નિશાન બનાવીને સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની સેનાની કાર્યવાહીમાં 20 જેટલા તાલિબાની આતંકીઓ ઠાર થવાના અહેવાલ છે. આ કાર્યવાહી દરમિયાન અમેરિકાની સેના દ્વારા હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા. તો દક્ષિણ હેલમંદ પ્રાંતમાં અમેરિકાએ ડ્રોન એટેકમાં ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

કુનાર પ્રાંતના સાંસદ સાકહી મુશવાનીએ કહ્યુ છે કે ગુરુવારે મોડી રાત્રે થયેલી સૈન્ય કાર્યવાહીમાં ઘણાં નાગરીકો પણ ઈજાગ્રસ્ત થયા છે. અમેરિકાની સેનાના પ્રવક્તા દેબ્રા રિચર્ડસને કહ્યુ છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષાદળોએ અમેરિકાને હુમલો કરવાનો અનુરોધ કર્યો  હતો. બીજી તફ તાલિબાનોનું કહેવું છે કે હવાઈ હુમલાઓમાં 60 નાગરિકો ઠાર થયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter