GSTV

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Last Updated on July 27, 2021 by Zainul Ansari

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વધી રહેલો દબદબો ભારત માટે ચિંતાનો વિષય છે. જો કે સીધી રીતે તાલિબન ભારતને નુકસાન પહોંચાડી ન શકે. પરંતુ પાકિસ્તાનની મદદથી ભારતના હિતોને નુકસાન થઇ શકે તેમ છે. આ સ્થિતિમાં અફઘાનિસ્તાને પણ ભારતને ચેતવ્યું છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે તાલિબાનના વધતા વર્ચસ્વ વચ્ચે પાકિસ્તાનમાંથી ભારત વિરોધી આતંકવાદી જૂથો અફઘાનિસ્તાનમાં શરણ લઈ રહ્યા છે.

અમેરિકાની સેનાની અફઘાનિસ્તાનમાંથી વાપસી બાદ તાલિબાન તેમજ અન્ય આતંકી જૂથોનું અફઘાનિસ્તાનમાં વર્ચસ્વ વધવા લાગ્યું છે. ત્યારે અફઘાનિસ્તાન સરકારે ભારતને ચેતવ્યું છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબા પોતાનું ઠેકાણુ પાકિસ્તાનમાંથી હટાવીને અફઘાનિસ્તાનમાં બનાવી રહ્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે બની રહ્યો છે જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનના અડધાથી વધુ વિસ્તારો પર કબ્જો જમાવી ચુક્યું છે. ત્યારે હવે તે વાતનો ડર સતાવવા લાગ્યો છે કે ક્યાંક અફઘાનિસ્તાનના તે વિસ્તારોમાં આતંકવાદીઓ અડ્ડો ન જમાવી લે કે જ્યાં સરકારનું શાસન નથી.

એક રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન સરકારના અધિકારીઓએ ભારતને આ અંતે સૂચના આપી દીધીછે. જેમાં ખાસ કરીને લશ્કરે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે પાકિસ્તાન તમામ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથોને ઉત્તર અને દક્ષિણ વજીરિસ્તાનમાંથી પોતાની જમીન પરથી હટાવીને તેમને અફઘાનિસ્તાન મોકલવા ઈચ્છે છે.

તાલિબાનો

પાકિસ્તાનનો પ્રયાસ છે કે આવું કરીને તે FATFના ગ્રે લિસ્ટમાંથી નીકળી જાય.. આતંકવાદીઓને છાવરવા બદલ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની ખુલ્લેઆમ પાકિસ્તાનની ટીકા કરી ચુક્યા છે. તેમણે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાંથી ગત મહિને આશરે 10 હજાર જેહાદીઓને અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવ્યા હતા.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!