GSTV

અફઘાનિસ્તાનની આર્મીની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, 254 તાલીબાની આતંકીઓ ઠાર

Last Updated on August 1, 2021 by Zainul Ansari

અફઘાનિસ્તાનમાં અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે અફઘાન સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. અફઘાન સુરક્ષાદળોની કાર્યવાહીમાં 254 તાલિબાની આતંકીઓ ઠાર મરાયા છે, જ્યારે 97 આતંકીઓ ઘાયલ હોવાના એહવાલ છે.

અફઘાન સુરક્ષાદળોએ કાબુલ, કંદહાર, હેરાત, હેલમંદ અને ગજની સહિતના 13 સ્થળોએ તાલિબાની આતંકવાદીઓ પર હુમલા કર્યા હતા. એવુ મનાય છે કે, તાલિબાની આતંકીઓ પરની અત્યાર સુધીના આ સૌથી મોટી કાર્યવાહી છે. આવા એક હુમલામાં મોટા પાયે વિસ્ફોટકો લઈ જતા એક વાહનને પણ ઉડાવી દેવામાં આવ્યુ હતું. કંદહારના એક વિસ્તારમાં તાલિબાનીઓના બંકરને પણ નિશાન બનાવવામાં આવતા તેમાં 10 આતંકીઓના મોત થયા હતા.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાની આતંકીઓ દેશ પર કબ્જો જમાવવાના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે હવે તેમને રોકવા માટે અફઘાનિસ્તાને આક્રમક હુમલા શરૂ કર્યા છે. બીજી તરફ પાકિસ્તાન ખુલ્લેઆમ તાલિબાનને પ્રોત્સાહન આપી રહ્યુ છે અને તેની મદદ કરી રહ્યુ છે.

Read Also

Related posts

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!