GSTV

અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓ પર સૌથી મોટી કાર્યવાહી, ફક્ત બે દિવસમાં 172નો બોલાવ્યો ભુક્કો

Last Updated on June 15, 2021 by pratik shah

અફઘાનિસ્તાની સુરક્ષા દળો તાલિબાની આતંકવાદીઓ વિરુદ્ધ કહેર બની ત્રાટકી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં ગત 48 કલાકમાં તાલિબાન આતંકવાદીઓ વિરુદ્ધ અફઘાન રાષ્ટ્રીય રક્ષા અને સુરક્ષા દળે કરેલી સતત કાર્યવાહીમાં 172 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે આ માહિતી આપી હતી.

100થી વધુ આતંકીઓ ઈજાગ્રસ્ત થયા

અફઘાન સેનાએ નાંગરહાર, કંધહાર, ફરયાબ, નિમરુજ, બદખ્શાં અને તખારમાં ચલાવેલા વિવિધ ઓપરેશનમાં 172 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે 100થી વધુ આતંકીઓ ઈજાગ્રસ્ત થયા હતા. મૃત આતંકીઓમાં તાલિબાન સમૂહના કમાન્ડરોમાંથી એક કારી રહમતુલ્લા પણ સામેલ હતો. અફઘાન સેનાએ આ સાથે મોટા પાયે હથિયારો કબજે કર્યા હતા અને ઘણા શક્તિશાળી વિસ્ફોટકોને નિષ્ક્રિય કર્યા હતા.

આતંકી

શાંતિ પ્રક્રિયાનું કોઈ પરિણામ આવ્યું નહોતું

અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થતામાં યોજાયેલી શાંતિ પ્રક્રિયાનું કોઈ પરિણામ આવ્યું નહોતું, આ સાથે દેશમાં છેલ્લા ઘણા સમયથી હિંસક ઘટનાઓમાં પણ વધારો થયો છે. આ અગાઉ પણ અફઘાન સેનાએ 100થી વધુ આતંકીઓનો ખાત્મો કર્યો હતો.

READ ALSO

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!