ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), ભારતીય બાગાયત સંશોધન સંસ્થા (IIHR), બેંગલુરુ અને ભારતીય સંશોધન સંસ્થા (IISR), કાલિકટએ ઉચ્ચ મૂલ્યના પાકો માટે ઇન્ડોર એરોપોનિક્સને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તકનીક ઓછા સમયમાં સારી ઉપજ આપશે, જેના કારણે ખેડૂતોને વધુ નફો મળશે. વાસ્તવમાં એરોપોનિક્સ એક એવી તકનીક છે જેનો ઉપયોગ હવામાં અને માટી વિના બાગાયતી પાક ઉગાડવા માટે થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો બધું યોજના મુજબ ચાલે છે, તો તમે જલ્દી જ પોલી હાઉસમાં માટી વગર શાકભાજી, અમુક ફળ, મસાલા અને ફૂલો પણ ઉગાડી શકો છો. ખાસ વાત એ છે કે મિસ્ટ સ્પ્રેની ટેક્નિકનો ઉપયોગ કરીને છોડને હવામાં લટકાવી શકાય છે અને જરૂરી પોષક તત્વો પૂરા પાડી શકાય છે. તે જ સમયે, આઈસીએઆર અને આઈઆઈએચઆર આ સંબંધમાં વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરશે.
આ રીતે ખેતી થાય છે
આઈઆઈએચઆરના એક વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, એરોપોનિક્સ ટેકનિકની મદદથી કેટલાક ફળો, શાકભાજી (જે કદમાં નાના હોય છે), ફૂલો અને મસાલા પણ ઉગાડી શકાય છે. તેમના મતે, આ પદ્ધતિમાં છોડને લટકાવવામાં આવે છે અને આ છોડના મૂળ દેખાઈ આવે છે. આપણે તેને પોલી હાઉસ તરીકે ઓળખાતા સંરક્ષિત વિસ્તારમાં ઉગાડી શકીએ છીએ, તેમણે વધુ સમજાવતા કહ્યું કે જરૂરી પોષક તત્વોના છંટકાવ માટે સેન્સર આધારિત મિસ્ટ સ્પ્રેઇંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ટામેટા, ફુદીનો અને તુલસીનો સમાવેશ થાય છે
એરોપોનિક્સ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોના મતે આ ટેકનિકના ઘણા ફાયદા છે. તેને ઓછા પાણીની જરૂર પડે છે અને તેથી બગાડ અટકાવે છે. પોષક તત્વોનો પણ બગાડ કર્યા વગર ઉપયોગ કરી શકાય છે. બીજો મોટો ફાયદો એ છે કે છોડના સામાન્ય વિકાસ સમયગાળાની તુલનામાં છોડ ઝડપથી અને વધુ સારી રીતે વિકસે છે. એરોપોનિક્સનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા કેટલાક લોકપ્રિય છોડમાં સ્ટ્રોબેરી, ટામેટાં, ફુદીનો અને તુલસીનો સમાવેશ થાય છે.
READ ALSO
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે
- અમદાવાદ / હોલ-પાર્ટીપ્લોટના બુકીંગથી AMCને એક વર્ષમાં થઇ 30 કરોડની આવક