કોઇ પણ પાક, શાકભાજી કે છોડને ઉગાડવા માટે જમીન અથવા તો માટીની જરુર પડે છે. ત્યારે જો તમને જો એવું કહેવામાં આવે કે હવામાં બટાટા ઉગશે તો? સાંભળીને આશ્ચર્ય તશે પરંતુ આ વાત હકીકત છે. હવે નવી ટેક્નોલોજીની મદદથી જમીન અને માટી વગર હવામાં પણ બટાટા ઉગાડી શકાશે. હરિયાણાના કરનાલ જિલ્લામાં સ્થિત પોટેટો ટેક્નોલોજી સેન્ટર દ્વારા આ સક્ય બનાવવામાં આવ્યું છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ પદ્ધતિથી બટાટાનું 10 ગણું વધારે ઉત્પાદન લઇ શકાય છે.

એરોપોનિક પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન
ખેડૂતો હવે જમીન અને માટી વગર હવામાં જ બટાટા ઉગાડી શકે છે. આ ટેક્નોલોજીનું નામ એરોપોનિક છે. જેની મદદ વડે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકાશે. ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આ નવી ટેક્નોલોજી વડે વધારે નફો મેળવી શકે છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે આ પોટેટો સેન્ટરનું ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર સાથે એમઓયુ થયા છે. ત્યારબાદ ભારત સરકારે એરોપોનિક પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

માટીના રોગોથી પણ મળે છે રક્ષણ
ડો. મુનીશ સિંગલ સીનિયર કંસલટેંટએ જણાવ્યું કે એરોપોનિક એક મહત્વની પદ્ધતિ છે, જેના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે તેનો અર્થ હવામાં બટાટા ઉગાડવા એવો થાય છે. તેમણે જણાવ્યું કે આ પદ્ધતિમાં બટટાને જે પોષક તત્વોની જરુર પડે છે તે માટીની જગ્યાએ લટકચતા મૂળ મારફતે આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે માટીમાં રહેવાના કારણે થતા રોગોથી પણ બટાટા બચી જશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર