GSTV

વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે મોટી સફળતા, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને રાપર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો મુખ્ય આરોપી

રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો મુખ્ય આરોપી મુંબઈથી ઝડપાયો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને રાપર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આરોપી ઝડપાયો. જેનો રાપર પોલીસ કબજો મેળવીને મુંબઈથી રાપર આવવા રવાના થઈ. મહત્વનું છે કે વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે જિલ્લા પંચાયતના પ્રમુખના મોટાભાઇ સહિત કુલ 9 લોકો વિરૂદ્ધ મૃતક ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે મુખ્ય આરોપી ભરત રાવલ સહિતના આરોપીઓ વિરૂદ્ધ હત્યા. એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વકીલ દેવજી મહેશ્વરીની હત્યા પાછળ રાપર લુહાર સમાજવાડીનો ડખ્ખો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે સાંજે કેટલાક શખ્સોએ દેવજી મહેશ્વરીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. જેના સમગ્ર કચ્છ પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગાંધીધામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari

સરકાર માટે હાથના કર્યાં હૈયે વાગ્યા જેવો ઘાટ, કોલેજોના સંચાલકોને પણ ફી ઘટાડા મુદ્દે મનાવવા પડે તેવી સ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!