Gujarat High Court માં વધુ બે જજની નિમણૂંક માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ અંગે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને માહિતી આપી કે ભારતના બંધારણ હેઠળની સંબંધિત જોગવાઈઓ મુજબ, એડવોકેટ દેવન મહેન્દ્રભાઈ દેસાઈ અને એડવોકેટ મોક્સા કિરણ ઠક્કરની ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
As per the relevant provisions under the Constitution of India, Advocate Shri Devan Mahendrabhai Desai and Advocate Smt Moxa Kiran Thakker have been appointed as Judges of High Court of Gujarat High.
— Kiren Rijiju (@KirenRijiju) March 29, 2023
I extend my good wishes to them.
15 માર્ચે 5 જજોની નિમણૂંક થઇ હતી
આ અગાઉ 15 માર્ચે ગુજરાતમાં 5 જ્યુડિશિયલ અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ 5 નામોની યાદી પણ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે નવા નિમાયેલા ગુજરાતના પાંચ ન્યાયાધીશોમાં (1) સુસાન વેલેન્ટાઈન પિન્ટો (2) હસમુખભાઈ દલસુખભાઈ સુથાર (3) જીતેન્દ્ર ચંપકલાલ દોશી (4) મંગેશ રમેશચંદ્ર મેંગડે તેમજ (5) દિવ્યેશકુમાર અમૃતલાલ જોશીનો સમાવેશ થાય છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો