GSTV

જાણવા જેવું: ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર બનેલું છે વાઈ-ફાઈનું નિશાન, તો જાણી લો તેનાથી શું થાય છે ફાયદા અને નુકસાન

Last Updated on July 31, 2021 by Pravin Makwana

ક્રેડિટ કાર્ડ અન ડેબિટ કાર્ડ પર હવે એવા સિમ્બોલ બનલા આવે છે, જેના જોતા એકદમ વાઈ ફાઈના સિમ્બોલ જેવા લાગે છે. જો આપના કાર્ડ પર પણ આવા સિમ્બોલ બનેલા છે, તો તેના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. તો આવો જાણીએ વિસ્તારથી તેના વિશે…

કેવી રીતે કામ કરે છે

સૌથી પહેલા આપને જણાવી દઈએ કે, વાઈ ફાઈ ઈનેબલ ક્રેડિટ-ડેબિટ કાર્ડને કોન્ટેક્સલેસ કાર્ડ પણ કહેવાય છે .આવા કાર્ડ વગર પિન ઉપયોગ કરવા પીઓએસ મશીનથી 5,000 રૂપિય સુધીની લેવડદેવડ કરી શકાય છે. દા.ત. જો આપના ખિસ્સામાં વાઈ-ફાઈ ક્રેડિટ કાર્ડ છે, તો ફ્રોડ આપના ખિસ્સામાં પીઓએસ મશીન કરીને પૈસા ઉપાડી શકે છે. આવા કાર્ડની રેંજ 4 સેંટીમીટર છે અને તેમાં એક સમયે એક જ ટ્રાંજેક્શન કરી શકાય છે.

આવા કાર્ડને ભલે વાઈ-ફાઈ ક્રેડિટ-ડેબિટ કહેવાય, પણ વાઈ-ફાઈ દ્વારા કામ નથી કરતું. આવા કાર્ડ એનએફસી અને રેડિયો ફ્રિકવેંસી આઈડેંટિફિકેસન ટેક્નોલોજી પર કામ કરે છે.

આવા કાર્ડમાં એક ચિપ હોય છે, જે ખૂબ પાતળી મેટલ એન્ટીના સાથે જોડાયેલી રહે છે. આવી એન્ટીના દ્વારા પીઓએસ મશીનનું સિગ્નલ મળે છે અને આવી એન્ટીનાને પીઓએસ મશીનથી રેડિયો ફ્રિકવેંસી ફિલ્ડ દ્વારા ઈલેક્ટ્રિસિટી મળે છે.

આ પેમેન્ટ ટેક્નોલોજી વિકસીત દેશોમાં ઝડપથી વધી રહી છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને ફ્રાન્સમાં તો દર ચારમાંથી એક કાર્ડ કોન્ટેક્ટલેસ છે. હવે ઈન્ડિયામાં પણ નવા કાર્ડ આવી રહ્યા છે. જે કોન્ટેક્ટલેસ છે.

શું છે તેના ફાયદા

પેમેન્ટમાં જરાં પણ સમય નથી લાગતો. કાર્ડને સ્વાઈપ કર્યા વગર પેમેન્ટ થઈ જાય છે.
કાર્ડ કોઈને આપવાની પણ જરૂર નથી.
5000 રૂપિયા સુધી ટ્રાંજેક્શન તેનાથી કરી શકો. તેના માટે પિન નાખવો પણ જરૂરી નથી.
નાની લેવડદેવડ માટે પાસવર્ડ પંચ ઈન કરવાની પણ જરૂર રહેતી નથી.
તેનાથી ખર્ચનું ડિજીટલ લિસ્ટ પણ તૈયાર થઈ જાય છે.
20 હજારથી નીચેના પેમેન્ટમાં આ ફીચરનો ઉપયોગ થઈ શકે છે.

આ કાર્ડના કેટલોય ખતરો

2016માં એક ફોટો વાયરલ થયો હતો, જેમાં એક ચોર ટ્રેનમાં ભીડની વચ્ચે પીઓએસ મશીન લઈને ઊભો હતો.

કારણ કે તેમાં ફક્ત પીઓએસ મશીનથી કાર્ડને ટચ કરીને પેમેન્ટ થઈ શકે છે. કોઈ પણ રીતે પીન જરૂરી હોતો નથી. આવા સમયે કોઈ પણ આપના કાર્ડથી આસાનીથી પેમેન્ટ કરી શકે છે. ઓટીપીની પણ તેમાં જરૂર પડતી નથી.

આરબીઆઈએ આ કાર્ડ દ્વારા પેમેન્ટની લિમીટ 2 હજાર રૂપિયા સુધીની નક્કી કરી હતી, જે વધારીને 5 હજાર રૂપિયા કરી દીધી છે. તેનાથી વધારે નાખવા માટે પીન નાખવો જરૂરી છે.

આવી રીતે રાખો સાવધાની

  • અરજી કરતી વખતે જાણી લો કે ક્યુ કાર્ડ લેવાનું છે
  • ખરીદી કરતી વખતે બિલ લેવાનું ન ભૂલો
  • જાણી લો કે કૈશિયરે કેટલી રકમ ભરી છે.
  • વધારે કાર્ડ હોય તો નક્કી કરો, ક્યા કાર્ડમાંથી કરવાની છે ચુકવણી
  • હોટલ અથવા દુકાનમાં પેમેન્ટ કરતી વખતે કાર્ડ દુકાનદારને ન આપો.
  • તમારી સામે જ સ્વાઈપ કરાવો, ટ્રાંજેક્શન બાદ મેસેજ આવે ત્યાં સુધી રાહ જુઓ

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!