GSTV

શું તમે પણ બેન્કની આ સર્વિસનો લીધો છે લાભ? તો લોન ટ્રાંસફર કરવામાં પડશે મોટી મુશ્કેલી!

Covid-19 મહામારીથી પ્રભાવિત કર્જધારકોને જો EMI મોરેટોરિયમ યોજનાનો લાભ ઉઠાવ્યો છે તો, તેમણે લોન ટ્રાંસફરમાં મુશ્કેલી આવી શકે છે. બેન્ક ગ્રાહકના પૂંજી સંકટને જોતા લોન ટ્રાંસફર અરજી ખારિજ કરી શકે છે. બેન્ક બજાર ડૉટકોમ પ્રમાણે હોમ લોન જેવા લાંબા સમયગાળા કરજને ગ્રાહક ઓછા વ્યાજ માટે ઘણી વખત બીજી બેન્કમાં ટ્રાંસફર કરાવે છે. RBI એ મહામારી અને લોકડાઉનના સંકટને જોતા માર્ચથી જ ઓગષ્ટ સુધી 6 મહિનાનું મોરેટોરિયમ આપ્યુ હતુ.

બેન્કમાં લોન સ્વીચ કરાવવા માટે અરજી

જે ગ્રાહકોની પાસે લોન ચુકવવા માટે મૂડીનો અભાવ હતો, તેમણે આ સુવિધાનો લાભ ઉઠાવ્યો છે. આ પ્રકારના ગ્રાહકો જો બીજી કોઈ અન્ય બેન્કમાં લોન સ્વીચ કરાવવા માટે અરજી કરે છે, તો તેને નકારી શકાય છે. હકીકતમાં બેન્કને લાગે છે કે, મોરેટોરિયમ લેનાર કર્જધારક પાસે પર્યાપ્ત ફંડ નથી અને ભવિષ્યમાં લોન ચૂકવવાની તેની ક્ષમતાને અસર થઈ શકે છે. જો ગ્રાહક બેન્કમાં ચુકવણી અંગે સંતુષ્ટ નથી કરી શકતા, તો પછી તેની અરજી મંજૂર થવાની સંભાવના ઘણી ઓછી થઈ છે.

લોન ટ્રાંસફર રોકવાનો નિયમ નથી

ફેડરલ બેન્કના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બાબૂ કેએનુ કહેવુ છે કે, મોરેટોરિયમનો લાભ સામાન્ય રીતે તે ગ્રાહકે લીધો છે જેની પાસે રોકડની સમસ્યા છે. કારણ કે, લોન અપ્રૂવલ માટે પર્યાપ્ત ચૂકવણી ક્ષમતા અને આવક સ્ત્રોતની જરૂરિયાત હોય છે. તેથી મોરેટોરિયમ બાદ નવા કર્જદાતા આ પર વધારે સાવધાની રાખશે. જોકે, ગ્રાહકો લોન સ્વિચ કરાવવાનો કોઈ નિયમ નથી, પરંતુ બેન્ક પોતાના જોખમને જોતા તેનાથી મનાઈ કરી શકે છે. ઓગષ્ટમાં મોરેટોરિયમ ખતમ થવા બાદ 6 મહિનાનો હપ્તો જોડાવવાથી EMI અને વ્યાજનો બોઝ વધી શકે છે. તેથી મહત્તમ ગ્રાહક પોતાના બેલેન્સને ટ્રાંસફર કરાવવાની કોશિશ કરશે.

કેટલાક મહિના EMI ભર્યા બાદ કરો અરજી

બજાર વિશ્લેષકોનું કહેવુ છે કે, ગ્રાહકોને મોરેટોરિયમ સમાપ્ત થયા બાદ કેટલાક મહિના EMI ચુકવવી પડશે. ત્યારબાદ જ લોન ટ્રાંસફરની અરજી બીજી બેન્કમાં કરવી જોઈએ. તેનાથી નવા કર્જદાતાનો ગ્રાહકની ક્ષમતા પર વિશ્વાસ વધી જશે. કરજનું નિયમિત ચૂકવણીથી લોન સ્વિચ કરાવવાની સંભાવના વધી જાય છે. RBI એ કહ્યુ છે કે, જો 1 માર્ચ 2020 સુધી પોતાના કરજની નિયમિત ચૂકવી કરો છો તો, તે મોરેટોરિયમ સમાપ્ત થયા બાદ પૂનર્ગઠન કરી શકે છે.

READ ALSO

Related posts

રાજ્યના આ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં મફતમાં હેલમેટ

Nilesh Jethva

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Mansi Patel

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!