GSTV

આજથી એડવાન્સ ટેક્સ પર લાગશે આટલા ટકા વ્યાજ, બેન્કમાં જાઓ તો સાવચેત રહેજો

એડવાન્સ ટેક્સ ભરવાના છેલ્લા બે દિવસોમાં જ એટલે કે ૧૪મી અને ૧૫ંમી ડિસેમ્બરે બૅન્કો બંધ આવતા ઘણાં કરદાતાઓ તેમનો એડવાન્સ ટેક્સ જમા કરાવી શક્યા નથી, હવે સોળમી ડિસેમ્બરે પણ તેઓ તેમનો એડવાન્સ ટેક્સ જમા કરાવશે તો તેમણે એડવાન્સ ટેક્સની જમા કરાવવાની રહી ગયેલી રકમ પર ત્રણ મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. પરિણામે કરદાતાઓની હાલાકી વધી ગઈ છે. 

આવકવેરાના જાણકારોનું કહેવું છે કે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમમાં ૧૬મી ડિસેમ્બરે એડવાન્સ ટેક્સ લેવાય તો પણ તે વિલંબથી જ લેવાયો હોવાનું ગણાય છે. તેના પર ત્રણ મહિનાના વિલંબ માટેનો વ્યાજનો બોજો ચઢી જ જાય છે. આ દંડથી બચવા માટે કેટલાક ઓનલાઈન પેમેન્ટ કરી દે છે. પરંતુ કેટલાક પાસે ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા જ ન હોય તો તેવા સંજોગોમાં તેમના પર વ્યાજના ખર્ચનો વધારાનો બોજ આવી જાય છે.

સામાન્ય રીતે કાયદાકીય જોગવાઈમાં છેલ્લી તારીખે બંધ આવતો હોય તો તેના પછીના દિવસને છેલ્લી તારીખ ગણી લેવામાં આવે છે. પરંતુ આવકવેરાની સિસ્ટમમાં તેવી કોઈ જ વ્યવસ્થા નથી.

પરિણામે તેઓ ઓનલાઈન પેમેન્ટ કરે તો પણ તે પેમેન્ટને લેટ પેમેન્ટ ગણીન ેતેના પર ત્રણ મહિનાનું વ્યાજ લગાડી જ દે છે. બીજી તરફ અમદાવાદ અને ગુજરાતના આવકવેરા અધિકારીઓ જ્વેલર્સના રિટર્નના એસેસમેન્ટના કેસમાં સ્ટાન્ડર્ડ ફોર્મેટની માફક જ નોટિસ આપી રહ્યા છે.

તેઓ અત્યારે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના રિટર્નની ચકાસણી કરી રહ્યા છે. તેઓ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના રિટર્નની ચકાસણી પણ કરી રહ્યા છે. આ ચકાસણી દરમિયાન ૨૦૧૫-૧૬ના વર્ષમાં તેણે કોઈ એક વ્યક્તિ પાસેથી બધી વસ્તુની ખરીદી કરી હોય અને ૨૦૧૬-૧૭ના વર્ષમાં તેના સિવાયની અન્ય કોઈ વ્યક્તિની પાસેથી સામગ્રીની ખરીદી કરી હોય તો તે ખરીદીને શંકાની નજરથી જોઈ રહ્યા છે. 

આ ખરીદીની આવકવેરા અધિકારીઓ બોગસ ખરીદી તરીકે ગણતરીમાં લઈ રહ્યા છે. આ ખરીદીને તેઓ બોગસ ખરીદી કરતાં હોવાથી એસેસમેન્ટ વધી જવાની અને ફરી એકવાર હાઈપીચ એસેસમેન્ટની સમસ્યા વકરી જવાની સંભાવના છેે.

આવતા વર્ષથી નેમલૅસ અને ફેસલૅસ રિટર્નની વ્યવસ્થા આવે તે પહેલાના છેલ્લા વર્ષે આવકવેરાના આકારણી અધિકારીઓ તેમના ગેરકાયદે આવક વધારવા માટે સક્રિય બની ગયા છે. 

તેથી કરદાતાઓના ચાર્ટર્ડે એકાઉન્ટન્ટ્સને બોલાવી પણ રહ્યા છે. તેમ જ તેઓ રોકડના વેચાણને જેન્યુઈન વેચાણ પણ ગણતા નથી. તેથી તે પૂરેપૂરી રકમને ૧૧૫ (બીબીએફ) હેઠળ આવકમાં ઉમેરો કરી દઈને તેના પર ૬૦ ટકાના દરે આવકવેરો લગાડવામાં આવી રહ્યો છે.

આ ૬૦ ટકા આવકવેરા પર ૨૫ ટકાના દરે સરચાર્જ લેવામાં આવે છે.તદુપરાંત તેના પર બે વર્ષનું વ્યાજ લેવામાં આવતાતેમની બાકી રકમ કરતાં વધારે રકમ જમા કરાવવાની ફરજ પડી રહી છે. એક કિસ્સામાં રૂા. ૧.૧૦ કોરની નોટિસ સામે તેને રૂા. ૧.૫૦ કરોડની વેરાવસૂલીની કરવામાં આવી રહી હોવાથી કરદાતાઓ ત્રસ્ત છે.

Read Also

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!