GSTV

ખાસ વાંચો/ ક્યાંક તમે ભેળસેળ વાળી તુવેરની દાળ નથી ખાઇ રહ્યાં ને? આ રીતે કરો ચેક

દાળ

Last Updated on September 14, 2021 by Bansari

તુવેરની દાળ મોટાભાગના લોકોને પસંદ હોય છે. તેને પીળી દાળ અથવા અરહરની દાળના નામે પણ ઓળખવામાં આવે છે. માર્કેટમાં તમને તુવેરની દાળની અનેક વેરાયટી મળશે. સાથે જ અલગ અલગ વેરાયટી સાથે દાળનો સ્વાદ પણ બદલાઇ જાય છે. તુવેરની દાળ તમને પેકેટમાં પણ મળી જાય છે અને માર્કેટમાંથી તમે ખુલ્લી દાળ પણ ખરીદી શકો છો. પરંતુ દાળને ખરીદતા પહેલા એકવાર જરૂર ચેક કરી લો કે તેમાં કોઇ ભેળસેળ તો નથી કરવામાં આવી. ભેળસેળ યુક્ત દાળ છે કે નહીં તે તેના સ્વાદ પરથી જાણી શકાય છે. આમ તો ધ્યાનથી જોઇને પણ તમે તેને ઓળખી શકો છો. પરંતુ જો તમારા ઘરમાં ભેળસેળયુક્ત દાળનું સેવન થતું હોય તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

પોલિશ્ડ અને અનપોલિશ્ડ દાળ

અલગ અલગ વેરાયટીની તુવેરની દાળ જોવામાં તો અલગ જ નજરે આવે છે. તેમાંથી તુવેરની દાળની કેટલીક વેરાયટી જલ્દી રંધાઇ જાય છે, તો કેટલીકને ચડવામાં વાર લાગે છે. માર્કેટમાં તમને પોલિશ્ડ અને અનપોલિશ્ડ બંને પ્રકારની તુવેલ દાળ મળશે. અનપોલિશ્ડ દાળ આખા દાણાની હોય છે અને તેમાં છાલ પણ લાગેલી હોય છે. રંધાયા બાદ તેનો સ્વાદ અલગ હશે. જો કે તેને ખાવાનું કોઇ નુકસાન નથી. પોલિશ્ડ દાળની છાલ કાઢી નાંખવામાં આવે છે અને આ દાળ દેખાવમાં ચમકદાર હોય છે. પોલિશ્ડ દાળને તમે વધુ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો.

દાળમાં ભેળસેળ

ઘણીવાર દાળોને કેમિકલ નાંખીને પોલીશ કરવામાં આવે છે. આ કેમિકલ વાળા રંગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. દાળમાં અન્ય છોડના બીજ પણ મિક્સ કરવામાં આવે છે. તુવેરની દાળમાં તેની સાથે મેળ ખાતા રંગની સસ્તી દાળો મિક્સ કરવામાં આવે છે. તેમાં માટરા નામની દાળ મિક્સ કરવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ લેથીરસ સેટાઇબસ છે.

દાળ

આકારનું પણ ધ્યાન રાખો

ઘણીવાર તુવેરની દાળમાં ખેસારી દાળ મિક્સ કરવામાં આવે છે. આ દાળ પીળા રંગની હોય છે અને આકારમાં થોડી ચોરસ હોય છે. તુવેરની દાળની સરખામણીમાં તે વધુ ચપટી હોય છે. તુવેર અને ખેસારીની દાળમાં ફરક કરવો મુશ્કેલ છે, પરંતુ જો તમે આકારને ધ્યાનથી જોશો તો તેને તમે ઓળખી શકો છો. ખેસારી મિક્સ હોય તે દાળનો સ્વાદ ખરાબ હોય છે. તેનાથી પેટમાં ગેસ પણ થાય છે.

સિંથેટિક ફૂડ કલર

તુવેરની દાળમાં ઘણીવાર Tetrazzini પીળા રંગનો સિંથેટિક ફૂડ કલર પણ મિક્સ કરવામાં આવે છે. તેનાથી અનેક પ્રકારની એલર્જિક રિએક્શન અને હોઠ, જીભ, ગળા અને ગરદનમાં સોજા જેવી સમસ્યાઓ આવી શકે છે. ભેળસેળ વાળી દાળ ખાવાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે અને તેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં પણ સમસ્યા આવે છે.

દાળ ખરીદતી વખતે તેની ચમક પર ન જતાં

દાળ ખરીદતી વખતે તેની ચમક પર ન જતાં. દાળમાં રંગની ભેળસેળ છે કે નહીં. તેની ઓળખ માટે તેને બનાવતા પહેલા કેટલાક સમય માટે પલાળી દો. જો રંગ મિક્સ કરેલો હશે તો તે રંગ નીકળવાનું શરૂ થઇ જશે. તેનાથી તમે જાણી શકો છો કે દાળમાં ભળસેળ થયેલી છે કે નહી.

Read Also

Related posts

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

BJP-AIMIM ભાઈ ભાઈ/ અમદાવાદના મેયરે ઔવેસીના પાર્ટીના કોર્પોરેટર સાથે રાઉન્ડ લેતા કોંગ્રેસ ધૂંઆપુઆ થઈ

Pravin Makwana

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!