GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કેવી રીતે થાય છે પોર્ન ઈંડસ્ટ્રીઝમાં શૂટિંગ, એક જ દિવસમાં લાખોની કમાણી કરી લે છે એડલ્ટ સ્ટાર્સ

દુનિયામાં દરેક પ્રકારના મનોરંજન માટે અલગ અલગ ઈંડસ્ટ્રીઝ બનાવવામાં આવી છે. તેમાંથી જ એક છે એડલ્ટ ફિલ્મ ઈંડસ્ટ્રીઝ. અન્ય ઈંડસ્ટ્રીઝની માફક આ વ્યવસાયમાં પણ અનેક રહસ્યો અને ઘટસ્ફોટ વાળી વાતો અલગ અલગ સમયે બહાર આવતી હોય છે. અહીં પણ એક્ટર્સ એક્ટીંગ કરતા હોય છે. પોતાના શોટ્સની રાહ જોતા હોય છે. ડાયલોગ્સ યાદ કરીને બોલતા હોય છે. જોકે, આપણા સૌમાં એડલ્ટ ફિલ્મોને લઈ એક અલગ પ્રકારની જ ધારણા બંધાયેલી હોય છે.

મોટા ભાગે એવુ કહેવાય છે કે, દરેક ઈંડસ્ટ્રીઝની એક આગવી ખાસિયત હોય છે. આવુ જ કંઈક એડલ્ટ ઈંડસ્ટ્રીઝમાં પણ જોવા મળે છે. જ્યાં લોકો મોટી સંખ્યામાં પોર્ન મૂવી જોતા હોય છે. અને મોટા ભાગના લોકોને લાગતુ હોય છે આ બધુ અસલી છે. જો કે, આવુ હોતુ નથી. એડલ્ટ ફિલ્મોની પોતાની અલગ વાતો હોય છે. જેની સાથે જોડાયેલા લોકો જ સાચી વાત જાણતા હોય છે.

યૂકેની ફેમસ એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ અને પરફોર્મર કિકી મિનાઝે આ ઈંડસ્ટ્રીઝને લઈ મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યુ હતું કે, વાસ્તાવમાં એડલ્ટ ફિલ્મોમાં સેટ્સ પર શું શું થાય છે અને એક એક્ટરને તેમાં કામ કરવા માટે થઈને કેટલા રૂપિયા મળે છે. આ સાથે કિકીએ જણાવ્યુ છે કે, મહિલાઓની એડલ્ટ ફિલ્મ ઈંડસ્ટ્રીઝ કેવી હોય છે.

કિકી મિનાઝના જણાવ્યા પ્રમાણે એડલ્ટ ફિલ્મો બનાવવા માટે એક એક્ટર અથવા એકટ્રેસને દિવસના લગભગ 2000 ડોલર સુધી મળે છે. ફક્ત ત્રણ દિવસ જ કામ કરીને અમુક એક્ટર્સ આરામથી લગભગ 6000 ડૉલર કમાઈ લેતા હોય છે.

એડલ્ટ ઈંડસ્ટ્રીઝ મહિલાઓથી બને છે. અહીં કામ કરનારા અસલી સ્ટાર હોય છે અને અલગ અલગ એક્ટ્રેસને તેમના કામના હિસાબે પૈસા મળે છે. સાથે મેલ કો સ્ટાર્સ સાથે બરાબર કામ કરવા માટે ડબલ પૈસા પણ લેતી હોય છે.

વધુમાં કિકી જણાવે છે કે, પોર્ન ઈંડસ્ટ્રીઝમાં સેક્સિઝમ જેવુ કશુય હોતુ નતી, કારણ કે, આ ઈંડસ્ટ્રીઝ છોકરીઓથી બનેછે. મને લાગે છે કે, એડલ્ટ ઈંડસ્ટ્રીઝમાં મહિલાઓને વધુ ગંભીરતાથી લેવામાં આવે છે કે, કારણ કે, આ બધુ તેમના માટે જ છે. જ્યારે કોઈ એડલ્ટ ફિલ્મ જોવે છે, ત્યારે છોકરો હોય કે છોકરી તેનુ ધ્યાન મહિલા પર જ જાય છે.

સૌથી મોટી વાત એ છે કે, કેમેરા સાથે કામ કરવું એ તેમના કામનો ફ્કત 30 ટકા ભાગ જ હોય છે. કારણ કે, તેમનો મોટા ભાગનો સમય રાહ જોવામાં નિકળી જાય છે. ક્યારેક ક્યારેક પોતાના એક સિન માટે 15 કલાક સુધી પણ રાહ જોવી પડતી હોય છે. ત્યાર બાદ તેમનુ કામ મિનીટોમાં જ ખતમ થઈ જાય છે.

કિમી મિનાજને પોતાના આ કામ પર ગર્વ છે અને કોઈ કામ કરતા જરા પણ ઉતરતુ માનતી નથી. તેનુ કહેવુ છે કે, અન્યની માફક આ પણ એક પ્રકારે પૈસા કમાવાનું રસ્તો છે. અને આ પૈસા કમાવાનો સરળ રસ્તો છે અને તે તેને એન્જોય કરી રહી છે.

ધ્યાન આપવા જેવી બાબતે એ છે કે, આ ઈંડસ્ટ્રીઝને લોકો પણ ગંભીરતાથી લેતા ન હોય છે પણ કિકી જેવા અનેક સ્ટાર્સ છે જેને આ વ્યવસાય ખૂબ પસંદ છે. પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર પણ છે. ઘણા એવા સ્ટાર્સ પણ છે, જેને આ ઈંડસ્ટ્રીઝને હાલમાં જ અલવિદા કહી દીધુ છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!