GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જુઠ્ઠી અને લોભામણી જાહેરાતો દેખાડવા પર લાગશે દંડ, સરકાર ઉઠાવી રહી છે આ પગલા

લોભામણા વાયદા અને જુઠ્ઠા દાવાઓવાળી જાહેરાતો હવે કંપની માટે નુકસાનની ડીલ થઈ શકે છે. ચહેરાને ગોરો બનાવવા માટે, શરીરને લાંબું અથવા તો જાડાપણાંથી છુટકારો જેવી જાહેરાતો દેખાડવા પર કંપનીઓ ઉપર 50 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. સામાન્ય ગ્રાહકોને ખોટા વાયદા કરીને ઉત્પાદનોને વેચવાને લઈને કેન્દ્ર સરકાર કડક થઈ ગઈ છે. આવી છેતરપિંડીવાળી જાહેરાતોને રોકવા માટે એક નવો કાયદો આવી રહ્યો છે.

જૂઠ્ઠી જાહેરાતો પર સજાનાં પ્રાવધાન થશે કડક

કેન્દ્ર સરકારે ઉત્પાદનોને વેચવા માટે ઉપયોગમાં લેવાતી ખોટી જાહેરાતો ઉપર કડક થતાં હાલનાં ડ્રગ્સ એન્ડ મેજીક રેમિડીસ ( ઓબ્જેક્શનેબલ એડવર્ટાઈઝમેન્ટ) એક્ટ 1954માં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. તે હેઠળ પોતાના ઉત્પાદનોને વેચવા માટે જૂઠ્ઠી જાહેરાતો બનાવવા પર પ્રતિબંધ લગાવવાનો પ્રાવધાન કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છેકે, શરીરને આકર્ષક બનાવવા માટેનાં ખોટા દાવાવાળી જાહેરાતો દેખાડવા પર કંપનીઓને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને બે વર્ષની જેલનું પ્રાવધાન કરવામાં આવી રહ્યુ છે. જો તેમ છતાં કંપનીઓ આવી જાહેરાતો બતાવવાનું છોડશે નહી તો તેમની ઉપર 50 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવાનું પ્રાવધાન કરવામાં આવી રહ્યુ છે.

કેવી જાહેરાતો ઉપર કડક કરાશે

જાણકારોનું કહેવું છેકે, ત્વચાને ગોરી કરનારી, સફેદ વાળને કાળા કરનારી, શરીરને લાંબુ કરનારી અને જાડાપણાથી છુટકારા જેવી જાહેરાતો ઉપર કડક કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છેકે, ગ્રાહકોને પોતાના ઉત્પાદનો વેચવા માટે સૌથી વધારે કંપનીઓ શરીરને આકર્ષક બનાવવાનાં ખોટા વાયદાઓ કરે છે. આવી જાહેરાતોમાં ઉત્પાદનના ઉપયોગથી જાદુઈ પરિણામનો દાવો કરવામાં આવે છે. સામાન્ય ગ્રાહક પણ આ જાહેરાતોને સાચી માનીને ઉત્પાદનો ખરીદી લે છે. પરંતુ તેનાંથી કોઈ ખાસ ફાયદો થતો નથી.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાલત બગાડી, નવા 6555 કેસ, 151નાં મોતથી હાહાકાર

Pravin Makwana

લાંચ કેસ : PSI શ્વેતા જાડેજાના બનેવી ભૂગર્ભમાં, આરોપી કેનલ શાહ વિરુદ્ધની તપાસના રેકોર્ડ પોલીસે કર્યો કબ્જે

Nilesh Jethva

સુત્રાપાડામાં 4, જામ ખંભાળિયામાં 6 અને ગીરગઢડામાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ધારીમાં નદીના પ્રવાહમાં તણાતા ખેડૂતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!