આ પક્ષ પેલો પક્ષ આપણે ત્યાં કેટલાય રાજકીય પક્ષો છે. આ પક્ષો વિષે કદાચ બધાને પુરતી ખબર પણ નહીં હોય. ત્યારે ઘણી વખત એવો સવાલ થાય છે કે આપણા દેશમાં રાજકીય પક્ષોની સંખ્યા કેટલી છે? આ સવાલનો જવાબ મળે છે ADR રિપોર્ટથી.

એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ, આ એક એવો સમૂહ છે જે ચૂંટણી સંબંધિત અભ્યાસ અને વિશ્લેષણ કરે છે. આ ADR તેમનો રિપોર્ટ જારી કરે છે. જેમાં ભારતની રાજકીય પરિસ્થિતી સામે આવે છે. આપણા દેશમાં આમ તો અનેક રાજકીય પક્ષો છે. આખાયે દેશની વાત કરીએ તો 8 રાષ્ટ્રીય પક્ષ, 50થી વધુ માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષો છે. આ ઉપરાંત દેશમાં અનેક માન્યતા ન મળેલ હોય તેવા પણ રાજકીય પક્ષો છે. બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને લઈને ચૂંટણી સંબંધિત અભ્યાસ અને વિશ્લેષણ કરનારા સમૂહ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જે મુજબ 2010થી 2021 વચ્ચે રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના વર્ષમાં તો તેમાં ખુબ વધારો થયો છે.
બિન રાજકીય પક્ષ કોને કહેવાય?
નવા રજિસ્ટર્ડ રાજકીય પક્ષો કે વિધાનસભા અથવા લોકસભા ચૂંટણીમાં કોઈ રાજ્યની માન્યતા પ્રાપ્ત પાર્ટી બનવા માટે જરૂરી પર્યાપ્ત મત ટકાવારી નહીં મેળવનારા પક્ષોને બિન માન્યતા પ્રાપ્ત પક્ષ ગણવામાં આવે છે. આમા એવા પક્ષો પણ સામેલ છે જેમણે રજિસ્ટ્રેશન બાદ ક્યારેય ચૂંટણી લડી નથી. એડીઆરના નવા રિપોર્ટમાં સામે આવ્યું છેકે 2010માં આવા પક્ષોની સંખ્યા 1112 હતી. જે 2019માં વધીને 2301 થઈ ગઈ અને 2021માં આ સંખ્યા 2858 પર પહોંચી ગઈ.

ખર્ચ અને આવકની વિગતો
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અને પંજાબ માટે જે 90 બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનો ઓડિટ રિપોર્ટ મળ્યો છે. આ પક્ષોએ 2019-20 માટે કુલ 840.25 લાખ રૂપિયાની આવક જાહેર કરી હતી. જ્યારે કુલ ખર્ચ 876.76 લાખ રૂપિયા જાહેર કર્યો હતો. વર્ષ 2019-20માં આ બિન માન્યતા પ્રાપ્ત પક્ષોએ પોતાની કુલ આવક કરતા 36.51 લાખ રૂપિયા વધુ ખર્ચ કર્યો હતો. ઉત્તર પ્રદેશની જન રાજ્ય પાર્ટીએ 2019-20 માટે સૌથી વધુ આવક જાહેર કરી હતી. જે 338.01 લાખ રૂપિયા હતી. જ્યારે પાર્ટીનો કુલ ખર્ચ 332.16 લાખ રૂપિયા હતો. ઉત્તર પ્રદેશની જ અનારક્ષિત સમાજ પાર્ટીએ સૌથી વધુ આવક રૂપે 157.68 લાખ રૂપિયા જ્યારે અપના દળે આ સમયગાળામાં ત્રીજી સૌથી વધુ આવક 76.05 લાખ રૂપિયા જાહેર કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- સંબંધ બચાવવા માટે પતિ-પત્ની એક બીજા સાથે 6 મહિના સુધી છૂટા પડ્યા, એકબીજા સાથે વાત ન કરી, પછી રિેલેશનમાં આવ્યો એક અનોખો વળાંક
- Box Office/ ‘લાલ સિંહ ચડ્ડા’ને પહેલા દિવસે મળ્યો ફિક્કો પ્રતિસાદ, ‘રક્ષા બંધન’ ફિલ્મને દર્શકો જ ન મળ્યા!
- India US Drill China: ભારતમાં ચીન બોર્ડર પાસે એમ જ યુદ્ધાભ્યાસ નથી કરવા જઈ રહી US આર્મી, છુપાયેલી છે મોટી ચાલ
- ભાજપના નેતાના શાબ્દિક પ્રહારો / આડી-અવળી વાત કરવાના બદલે ચોખ્ખું કહો કે મને ફરી PM બનવાનો કરડી રહ્યો છે કીડો
- ગુજરાતમાં પાણીની નહીં સર્જાય તંગી! રાજ્યના 207 જળાશયોમાં 69 ટકા પાણી, ચાલુ વર્ષે 21 ટકા વધુ વરસ્યો વરસાદ