GSTV
Home » News » આવ ભાઈ હરખા,આપણે બેય સરખા! 5 વર્ષમાં આ સાંસદોની સંપત્તિમાં ધરખમ વધારો,ભાજપ ટોચ પર

આવ ભાઈ હરખા,આપણે બેય સરખા! 5 વર્ષમાં આ સાંસદોની સંપત્તિમાં ધરખમ વધારો,ભાજપ ટોચ પર

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા  135 સાંસદોની સંપત્તિમાં અનપેક્ષિત વધારો જોવા મળ્યો છે. જેમાં ભાજપ,કોંગ્રેસ સહિત અનેક પ્રાદેશિક પાર્ટીનાં નેતાઓ પણ સામેલ છે. ભારતમાં ઉમેદવારો પર નજર રાખતી એક સંસ્થાનાં રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.election committee on social mediaએસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ્સનાં રિપોર્ટમાં જણાંવ્યા પ્રમાણે વર્ષ 2014માં ફરી ચૂંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં પટનાસાહિબથી વર્તમાન સાંસદ શત્રુઘ્ન સિન્હા,એનસીપી નેતા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેનાં નામ સામેલ છે.

રિપોર્ટમાં જણાંવ્યા પ્રમાણે આ સાંસદોની વર્ષ 2009માં સરેરાશ સંપત્તિ 5.50 કરોડ રૂપિયા હતા. જે બે ગણી વધીને અંદાજીત 13.32 કરોડ રૂપિયા થઇ છે.

ભાજપા સાંસદ શત્રુઘ્ન સિન્હાની સંપત્તિમાં સર્વાધીક 778 ટકાનો વધારો થયો છે. વર્ષ 2009માં તેમની સંપત્તિ 15 કરોડ રૂપિયા હતી. જે રકમ વધીને 131 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

સંપત્તિમાં વૃદ્ધિ મામલે બીજી સ્થાને ઓરિસ્સાનાં બીજુ જનતા દળનાં સાંસદ પિનાકી મિશ્રા છે. તેમની સંપત્તિ વર્ષ 2009ની સરખામણીએ 2014માં 362 ટકા વધીને 137 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

ત્રીજા નંબરે NCP  નેતા શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે છે. વર્ષ 2009માં સુપ્રિયાની સંપત્તિ 51 કરોડ રૂપિયા હતી. જે વર્ષ 2014માં 121 ટકા વધીને 137 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

morbi congress

માલેતુજાર સાંસદોની યાદીમાં ભાજપ ટોચનાં સ્થાને

153 સાંસદોની યાદીમાં સૌથી વધુ 72 સાંસદો સાથે ભાજપ મોખરાનાં સ્થાને છે.જ્યારે કોંગ્રેસનાં 28 સાંસદ અને તૃણમુલ  કોંગ્રેસનાં 13 સાંસદ છે. તેમજ બીજું જનતા દળ(BJD)નાં સાત સાંસદ છે.

કેન્દ્રિયમંત્રી હરસિમરતકૌર બાદલનું નામ પણ સામેલ

કેન્દ્રિય પ્રધાન અને અકાલી દળનાં સાંસદ હરસિમરતકૌર બાદલનું નામ પણ માલેતુજાર સાંસદોની યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે. વર્ષ 2009માં તેમની સંપત્તિ 60 કરોડ રૂપિયા હતી.જે વર્ષ 2014માં વધીને 108 કરોડ રૂપિયા થઇ.

READ ALSO

Related posts

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

ઇરાનથી ઓઇલની આયાત બંધ થતા દેશમાં મોંઘવારી વધવાની શક્યતા

Mayur

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva